પાકિસ્તાનમાં પૂરથી તબાહી, 937ના મોત, રાષ્ટ્રીય કટોકટીની ઘોષણા | Floods devastate Pakistan, 937 dead, national emergency declared

દેશના પૂરમાં 343 બાળકો સહિત 937 લોકો માર્યા ગયા અને ઓછામાં ઓછા 30 મિલિયન લોકો બેઘર થયા બાદ પાકિસ્તાન સરકારે રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી છે.

પાકિસ્તાનમાં પૂરથી તબાહી, 937ના મોત,  રાષ્ટ્રીય કટોકટીની ઘોષણા

પાકિસ્તાનમાં પૂરથી ભારે તબાહી

Image Credit source: AFP

દેશના પૂરમાં 343 બાળકો સહિત 937 લોકો માર્યા ગયા અને ઓછામાં ઓછા 30 મિલિયન લોકો બેઘર થયા બાદ પાકિસ્તાન (Pakistan)સરકારે રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી છે. નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (NDMA) અનુસાર, સિંધ પ્રાંતમાં 14 જૂનથી ગુરુવાર સુધીમાં પૂર (flood)અને વરસાદ સંબંધિત ઘટનાઓમાં 306 લોકોએ જીવ ગુમાવ્યા છે.

વર્તમાન ચોમાસાની સિઝનમાં, બલૂચિસ્તાનમાં 234 લોકોના મોત થયા છે, જ્યારે ખૈબર પખ્તુનખ્વા અને પંજાબ પ્રાંતમાં અનુક્રમે 185 અને 165 લોકોએ જીવ ગુમાવ્યા છે. તે જ સમયે, પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં 37 અને ગિલગિટ-બાલ્ટિસ્તાન ક્ષેત્રમાં નવ લોકોના મોત થયા છે.

ઓગસ્ટમાં ભારે વરસાદ

અખબાર ડોન ન્યૂઝના સમાચાર અનુસાર, એનડીએમએના ડેટા અનુસાર, પાકિસ્તાનમાં ઓગસ્ટ મહિનામાં 166.8 મીમી વરસાદ થયો છે, જે આ સમયગાળા દરમિયાન 48 મીમીના સરેરાશ વરસાદથી 241 ટકા વધુ છે. આ ચોમાસામાં સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોમાં સિંધ અને બલૂચિસ્તાનમાં અનુક્રમે 784 ટકા અને 496 ટકા વધુ વરસાદ નોંધાયો હતો.

સમાચાર અનુસાર, વરસાદમાં અસામાન્ય વધારાને કારણે પાકિસ્તાનના દક્ષિણ ભાગમાં અચાનક પૂર આવ્યું, જેના કારણે સિંધના 23 જિલ્લાઓને “આપત્તિ પ્રભાવિત” તરીકે જાહેર કરવામાં આવ્યા છે.

દરમિયાન, આબોહવા પરિવર્તન પ્રધાન શેરી રહેમાને ગુરુવારે જણાવ્યું હતું કે વડા પ્રધાન શાહબાઝ શરીફે NDMA ખાતે વોર રૂમની સ્થાપના કરી છે, જે સમગ્ર દેશમાં રાહત કામગીરીનું નેતૃત્વ કરશે.

તેમણે કહ્યું કે સતત “ભયાનક” વરસાદ “રાહત કામગીરી હાથ ધરવાનું મુશ્કેલ બનાવી રહ્યું છે, ખાસ કરીને હેલિકોપ્ટર દ્વારા.” મંત્રીએ ઈસ્લામાબાદમાં એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, “પાકિસ્તાનમાં ચોમાસાનો આઠમો રાઉન્ડ ચાલુ છે, સામાન્ય રીતે દેશમાં ચોમાસાનો વરસાદ ત્રણથી ચાર રાઉન્ડમાં હોય છે. પાકિસ્તાન અભૂતપૂર્વ ચોમાસાનો સામનો કરી રહ્યું છે અને ડેટા અનુસાર, સપ્ટેમ્બરમાં બીજો રાઉન્ડ અપેક્ષિત છે.

3 કરોડ લોકો બેઘર બન્યા

આ અઠવાડિયાની શરૂઆતમાં, રહેમાને, જેણે વર્તમાન પરિસ્થિતિની વિનાશક 2010ના પૂર સાથે સરખામણી કરી હતી, જણાવ્યું હતું કે વર્તમાન પરિસ્થિતિ તેના કરતા પણ ખરાબ છે. સાંસદના જણાવ્યા અનુસાર, ભારે વરસાદના કારણે આવેલા પૂરના કારણે દેશના વિવિધ વિસ્તારોમાં પુલ અને કનેક્ટિવિટી ઈન્ફ્રાસ્ટ્રક્ચર ધોવાઈ ગયા છે.

તેમણે કહ્યું, “લગભગ ત્રણ કરોડ લોકો બેઘર થઈ ગયા છે. તેમાંથી ઘણાને ખાવા માટે કંઈ નથી.” આંતરરાષ્ટ્રીય સ્તરે મદદની હાકલ કરતાં તેમણે કહ્યું કે પ્રાંતો દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર મદદની જરૂર છે.

તેમણે કહ્યું કે સિંધ પ્રશાસને 10 લાખ ટેન્ટની માંગણી કરી છે અને બલૂચિસ્તાને એક લાખ ટેન્ટની માંગણી કરી છે. તમામ ટેન્ટ ઉત્પાદકોનો સંપર્ક કરવામાં આવ્યો છે અને આંતરરાષ્ટ્રીય દાતાઓ પાસેથી પણ મદદ માંગવામાં આવી છે. આંતરરાષ્ટ્રીય સમાચાર અહીં વાંચો.

Previous Post Next Post