Saturday, August 13, 2022

Ahmedabad: ઓરીજનલમાંથી ડુપ્લીકેટ માર્કશીટ બનાવતો માસ્ટર માઇન્ડ ઝડપાયો | Ahmedabad Mastermind of making duplicate marksheet from original caught

અમદાવાદમાં(Ahmedabad)પોલીસે ઓરીજનલ માર્કશીટથી(Marksheet)ડુપ્લીકેટ માર્કશીટ બનાવતો માસ્ટર માઇન્ડ ઝડપાયો છે. જેમાં ધોરણ 12 અને કોલેજની માર્કસીટમાં ચેડાં કરી બોગસ માર્કશીટના આધારે UK માં એડમિશન આપીને લાખો રૂપિયા પડાવતા હતા.

Ahmedabad: ઓરીજનલમાંથી ડુપ્લીકેટ માર્કશીટ બનાવતો માસ્ટર માઇન્ડ ઝડપાયો

Ahmedabad Police Arrested Accused

અમદાવાદમાં(Ahmedabad)પોલીસે ઓરીજનલ માર્કશીટથી(Marksheet)ડુપ્લીકેટ માર્કશીટ બનાવતો માસ્ટર માઇન્ડ ઝડપાયો છે. જેમાં ધોરણ 12 અને કોલેજની માર્કસીટમાં ચેડાં કરી બોગસ માર્કશીટના આધારે UK માં એડમિશન આપીને લાખો રૂપિયા પડાવતા હતા. પોલીસે 30 થી વધુ ડુપ્લિકેટ માર્કશીટ જપ્ત કરીને આરોપીઓની ધરપકડ કરી. અત્યાર સુધી 50 જેટલા વિદ્યાર્થીઓને ડુપ્લીકેટ માર્કશીટ દ્વારા વિદેશ પહોંચ્યા હોવાનું અનુમાન છે.

આ સમગ્ર ઘટનાની વિગત મુજબ ભારતમાંથી વિદેશમાં અભ્યાસ કરવા જવાની ઘેલછા ઘણી વખત મુસીબત નોતરી દેતી હોય છે. આમતો અભ્યાસ માટે વિદેશ જવા જે પ્રક્રિયા કરવી પડી રહી છે જેમાં ઘણા વિદ્યાર્થીઓ લાયકાત ધરાવતા નથી હોતા જેથી તેવોનું વિદેશ અભ્યાસ માટેનું સપનું અધૂરું રહી જતું હોય છે. આવું ન બને તેના માટે વિદ્યાર્થીઓ કે તેના વાલીઓ સોર્ટક્ટ રસ્તો અપનાવી ખોટી રીતે વિદેશ જવા માટેની પ્રક્રિયા કરતા હોય છે. આવું જ વિદેશ જવા માટેનું એક કૌભાંડ એલીસબ્રીજ પોલીસે ઝડપી પાડ્યું છે.

એલીસબ્રીજ પોલીસની કસ્ટડીમાં જોવા મળતા આ આરોપી છે મનીષ ઝવેરી, નીરવ વખરીયા અને જીતેન્દ્ર ઠાકોર. આ ત્રણેય લોકો ડુપ્લીકેટ માર્કશીટ બનાવીને અનેક વિદ્યાર્થીઓને ગેરકાયદે વિદેશ મોકલીને કૌભાંડ આચર્યું હોવાનું સામે આવતા એલીસબ્રીજ પોલીસે તેની ધરપકડ કરી છે. સામાન્ય રીતે કોઈ પોતાનું કેરિયર બનાવવા તો કોઈ બેરોજગાર પોતાની જીવનભર બચાવેલી મૂડીથી વિદેશ જવા માટે સપના જોતા જોતા ભેજાબાજ સકંજામાં ફસાઈ જાય છે. લોકોના જીવન સપના આશાઓ સાથે ચેડાં કરતા આ આરોપીનો પર્દાફાશ એલિસબ્રિજ પોલીસે કર્યો છે.

આ આરોપીઓ વિદ્યાર્થીઓની ધોરણ 12ની માર્કસીટમાં ચેડાં કરી બોગસ માર્કશીટના આધારે UK માં એડમિશન આપીને લાખો રૂપિયા પડાવતા હતા. પોલીસે 30 થી વધુ ડુપ્લિકેટ માર્કશીટ જપ્ત કરીને આરોપીઓની ધરપકડ કરી.

માર્કશીટ કૌભાંડનો માસ્ટર માઈન્ડ મનીષ ઝવેરી છે. મનીષ ઝવેરીએ આંબાવાડીમાં યુનિવર્લ્ડ નામથી વિઝા કન્સલ્ટિંગની ઓફિસ શરૂ કરી. આ આરોપી ફોરેન સ્ટુડન્ટ એસોસિએશનનો પ્રમુખ પણ છે. વિદેશમાં અભ્યાસ કરવા માટે IELTS ની પરીક્ષા આપીને સારા બેન્ડ મેળવવા ફરજિયાત છે, પરંતુ વિદેશ અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓ IELTS જો પાસ નથી કરી શકતા તેમની માર્કશીટમાં ચેડા કરીને વિદેશમાં એડમિશન કરાવે છે. જે વિદ્યાર્થીઓના 12 ધોરણમાં અંગ્રેજીમાં 70થી વધુ માર્ક્સ આવેલા હોય તેમનું UKમાં એડમિશન થઈ જાય છે.

જેથી આરોપી અસલી માર્કશીટના માર્ક્સમાં ચેડા કરતો હતો. 56 માર્કસના 76 કે 86 કરતો અને માર્કશીટની ઝેરોક્ષ કાઢીને UK ની યુનિવર્સિટીમાં એડમિશન માટે મોકલતો હતો. જો વિદ્યાર્થીનું એડમિશનનું નક્કી થઈ જાય તો આરોપી અસલી માર્કશીટમાંથી ગુજરાત એજ્યુકેશન બોર્ડ ની સાઇનિંગ વાળો સિક્કો કાઢીને ડુપ્લીકેટ માર્કશીટ બનાવીને વિધાર્થીને વિદેશ મોકલતો હતો.
ધોરણ 10 કે 12 ના વિદ્યાર્થીઓની માર્કશીટના ચેડા કરી વધુ માર્ક ઉમેરવા માટે મનીષ ઝવેરી વિદ્યાર્થી દીઠ દોઢ થી બે લાખ રૂપિયા પડાવતો હતો.

કૌભાંડી મનીષ ઝવેરી લોકોને વિદેશ જવાના અવેરનેસ મતેના પ્રોગ્રામ પણ કરતો હોવાનું પણ ખુલ્યું છે. અત્યાર સુધીમાં 40 થી 50 જેટલા વિદ્યાર્થીઓને માર્કશીટ સાથે ચેડા કરી વિદેશ મોકલ્યા હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે. એલિસબ્રિજ પોલીસે આ માર્કશીટ કૌભાંડમાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે નહીં તે મુદ્દે પૂછપરછ શરૂ કરી છે.

Related Posts: