અમદાવાદના (Ahmedabad) જાણીતા ગાયનેકોલોજિસ્ટ, ઑબ્સ્ટેટ્રિશિયન અને વંધ્યત્વના નિષ્ણાત ડૉ. મોહિલ પટેલે એક જ દિવસમાં સૌથી વધુ બાળકોના ઑપરેશન અને ડિલિવરીનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે.

અમદાવાદમાં એક જ દિવસમાં સૌથી વધુ બાળકોના જન્મનો વર્લ્ડ રેકોર્ડ
આજના જમાનામાં બાળકના માતા પિતા બાળકનો જન્મ યાદગાર બને તે માટે નક્કી કરેલા દિવસે બાળકનો જન્મ થાય તેવું આયોજન કરતાં થયા છે, એમાં પણ જન્માષ્ટમીના (Janmashtami 2022) દિવસે પોતાના ઘરમાં દીકરી કે દીકરાનો જન્મ થાય તે પ્રકારની ઘેલછા બાળકના માતા-પિતામાં વધુ જોવા મળે છે. ત્યારે અમદાવાદના (Ahmedabad) અંકુર મેટરનિટી હોમમાં ડૉ. પટેલ અને તેમની ટીમે જન્માષ્ટમીના શુભ અવસર પર 20 બાળકોને જન્મ અપાવડાવ્યો. જન્માષ્ટમીના એક દિવસમાં સૌથી વધુ બાળકોનો જન્મ થતા વર્લ્ડ રેકોર્ડ (World Record) સ્થાપિત થયો છે. અત્યાર સુધી એક દિવસમાં બાળકોને જન્મ આપવાનો રેકોર્ડ હતું જે રેકોર્ડને તોડીને ડોક્ટર મોહીલ પટેલે 20 બાળકોને જન્મ અપાવી નવો વર્લ્ડ રેકોર્ડ પ્રસ્થાપિત કર્યો છે.
જન્માષ્ટમીના એક જ દિવસમાં 20 બાળકોનો થયો જન્મ
અમદાવાદના જાણીતા ગાયનેકોલોજિસ્ટ, ઑબ્સ્ટેટ્રિશિયન અને વંધ્યત્વના નિષ્ણાત ડૉ. મોહિલ પટેલે એક જ દિવસમાં સૌથી વધુ બાળકોના ઑપરેશન અને ડિલિવરીનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. અમદાવાદના નવા નરોડા ખાતે અંકુર મેટરનિટી હોમ એન્ડ ક્લિનિક ચલાવતા ડૉ. પટેલે 19 ઓગસ્ટના રોજ જન્માષ્ટમીના શુભ અવસર પર આ રેકોર્ડ સર્જયો છે. ડૉ. પટેલે એક જ દિવસમાં 20 બાળકોને સફળતાપૂર્વક જન્મ અપાવ્યો અને નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો.
બાળકોના કેટલાક માતા-પિતાએ અગાઉથી જ જન્માષ્ટમીના દિવસે બાળકનો જન્મ થાય તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી. તો કેટલાક બાળકના માતાને જન્માષ્ટમીની આગળ પાછળ ડિલિવરીનીઓ સમય આવતો હોવાથી કેટલાક પરિવારોએ સિઝેરિયન કરવાનું પણ નક્કી કર્યું. જન્માષ્ટમીના દિવસે બાળકને જન્મ અપાવવા અને તેને યાદગાર બનાવવા માટે પ્રયત્ન કર્યો.
વર્લ્ડ રેકોર્ડ્સ ઈન્ડિયાએ ડૉ. પટેલની અદભૂત સિદ્ધિને માન્યતા આપી છે અને તેમને “એક જ દિવસમાં સૌથી વધુ બાળકોને જન્મ આપવા” માટે વિશ્વ વિક્રમ પ્રમાણપત્ર એનાયત કર્યું છે. ડૉ. મોહિલ પટેલે જણાવ્યું હતું કે, “વર્લ્ડ રેકોર્ડ બનાવવો એ એક અદ્ભુત લાગણી છે. અમારા મગજમાં કોઈ રેકોર્ડ ન હતો, પરંતુ અમને લાગ્યું કે અમે જન્માષ્ટમીના પર્વ પર 20 બાળકોના જન્મ કરાવવામાં સફળ થયા ત્યારે અમે કંઈક વિશેષ કર્યું છે. અમે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે તે જાણીને અમને સુખદ આશ્ચર્ય થયું. હું આ વિશ્વ વિક્રમ મારી ટીમને તથા જે માતા-પિતાએ તેમના બાળકોને જન્મ આપવા માટે અમારા પર વિશ્વાસ મૂક્યો હતો તેમને અને તે દિવસે અમારી હોસ્પિટલમાં જન્મેલા નાના કૃષ્ણ અને રાધાને સમર્પિત કરવા માંગુ છું.