Ahmedabad : રખડતા ઢોર મુદ્દે હાઇકોર્ટનો AMC ને નિર્દેશ,બે અધિકારીઓની નિમણૂક કરવા આદેશ | Ahmedabad High Court directs AMC to appoint two officers on stray cattle issue

ગુજરાતમાં(Gujarat) ઢોરના ત્રાસને(Stray Cattle)કારણે અનેક લોકોના જીવ ગયા છે. આ મુદ્દે ગુજરાત હાઇકોર્ટે(Gujarat Highcourt) રાજ્ય સરકારને તાત્કાલિક પગલા ભરવાના નિર્દેશ આપ્યા છે

TV9 GUJARATI

| Edited By: Chandrakant Kanoja

Aug 24, 2022 | 10:44 PM

ગુજરાતમાં(Gujarat) ઢોરના ત્રાસને(Stray Cattle)કારણે અનેક લોકોના જીવ ગયા છે. આ મુદ્દે ગુજરાત હાઇકોર્ટે(Gujarat Highcourt) રાજ્ય સરકારને તાત્કાલિક પગલા ભરવાના નિર્દેશ આપ્યા છે. આ હાઈકોર્ટે AMC કમિશનરને 2 અધિકારીઓની નિમણૂક કરી સતત 3 દિવસ સુધી 24 કલાક પેટ્રોલિંગ કરવાની સૂચના આપી છે.. હાઈકોર્ટે રાજ્ય સરકારને ટકોર કરી છે કે રખડતા ઢોરને કારણે કોઇના જીવ ન જવા જોઇએ. જો આ મામલે સરકાર સક્ષમ ન હોય તો કોર્ટ હસ્તક્ષેપ કરશે. સાથે હાઇકોર્ટે રાજ્ય સરકારને તાત્કાલિક જવાબ રજૂ કરવા માટે આદેશ કર્યો છે.

રાજ્ય સરકારે હાઈકોર્ટને બાંહેધરી આપી

ગુજરાત હાઇકોર્ટે ગતરોજ રાજ્ય સરકારને સીધો પ્રશ્ન કર્યો હતો કે રખડતા ઢોરોના ત્રાસ નિવારણ માટે ગુજરાત હાઇકોર્ટ દ્વારા વારંવાર જાહેર કરાયેલા મહત્વના આદેશો છતાં રખડતા ઢોરોની ગંભીર સમસ્યાનું નિરાકરણ શા માટે હજુ સુધી આવ્યું નથી? તો આજે ફરી હાઇકોર્ટે ગુજરાત સરકારની ઝાટકણી કાઢી હતી. સાથે જ રસ્તે રખડતા ઢોર પર વિશેષ ધ્યાન આપવા CNCD ડિપાર્ટમેન્ટને સૂચના આપવામાં આવી છે. આ તરફ હાઈકોર્ટની ઝાટકણી બાદ સરકાર પણ આ મુદ્દે ગંભીર બની છે. રાજ્ય સરકારે હાઈકોર્ટને બાંહેધરી આપી છે કે રખડતા ઢોર મુદ્દે આગામી સમયમાં રાજ્ય સરકાર અને AMC કડક હાથે કાર્યવાહી કરશે અને આ સમસ્યાને દૂર કરવા બનતા તમામ પ્રયત્નો કરશે.

રખડતા ઢોરને લઇને રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. પશુઓને અને પ્રજાને કોઇપણ પ્રકારની મુશ્કેલી ન થાય એ પ્રકારની વ્યવસ્થા માટેનો નિર્ણય મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારના નિર્ણય મુજબ પશુપાલકો તેમના પશુઓને મનપાના ઢોરવાડામાં મુકી શકશે.આ ઢોર વાડામાં પશુઓ માટે શેડની , પીવાના પાણીની, ઘાસચારાની આ તમામ વ્યવસ્થા પણ નગરપાલિકા કે મહાનગરપાલિકા દ્વારા પુરી પાડવામાં આવશે.

જો ત્યાં જગ્યા ઓછી પડે અને વધારાના જગ્યાની જરુર હોય તો તે પ્રકારના ઢોરવાડા પણ તાત્કાલિક હંગામી ધોરણે બનાવવાના આદેશ આપી દેવામાં આવ્યા છે. આ સમગ્ર નિર્ણય અંગે સરકારના પ્રવક્તા જીતુભાઇ વાઘાણી તરફથી માહિતી આપવામાં આવી હતી