ન્યૂયોર્કમાં ગાંધીજીની પ્રતિમાને નુકસાન, વ્હાઇટ હાઉસે કરી નિંદા, કહ્યું- તેઓ એક પ્રેરણાસ્ત્રોત છે | America news mahatma gandhi statue vendalised in new york white house condemned

પ્રેસ સેક્રેટરીએ કહ્યું કે, અમેરિકા તેના ભારતીય અને અન્ય વિદેશી સમકક્ષોની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છે. અમે હિંસાની કોઈપણ ઘટનાની નિંદા કરીએ છીએ.

ન્યૂયોર્કમાં ગાંધીજીની પ્રતિમાને નુકસાન, વ્હાઇટ હાઉસે કરી નિંદા, કહ્યું- તેઓ એક પ્રેરણાસ્ત્રોત છે

ન્યુયોર્કમાં ગાંધીજીની સાથે પ્રતિમા તોડફોડ

Image Credit source: File Photo

યુ.એસ.માં (US)વ્હાઇટ હાઉસ અને ન્યુયોર્ક સિટીના મેયરે બુધવારે દેશમાં મહાત્મા ગાંધીની (Mahatma Gandhi) પ્રતિમાઓને (statue) નુકસાન પહોંચાડવાની તાજેતરની ઘટનાઓની સખત નિંદા કરી હતી. મહાત્મા ગાંધીની પ્રતિમાને નુકસાન પહોંચાડવાનો તાજો કિસ્સો ન્યૂયોર્કનો છે.

અમેરિકી રાષ્ટ્રપતિના નિવાસસ્થાન અને કાર્યાલય વ્હાઇટ હાઉસના પ્રેસ સચિવ કારેન જીન-પિયરે દૈનિક પત્રકાર પરિષદમાં પત્રકારોને જણાવ્યું કે, મહાત્મા ગાંધીએ સત્ય અને અહિંસાનો સંદેશ આપ્યો છે અને તેઓ એક પ્રેરણા છે. રાષ્ટ્રપતિએ આ વાત સીધી કહી છે. પ્રતિમાને નુકસાન પહોંચાડવાના કોઈપણ કૃત્યની સખત શબ્દોમાં નિંદા કરવી જોઈએ.

ન્યૂયોર્કમાં પણ મહાત્મા ગાંધીની પ્રતિમાને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું

પિયરે આ જવાબ દેશના જુદા જુદા ભાગોમાં મહાત્મા ગાંધીની પ્રતિમાઓને નુકસાનની તાજેતરની ઘટનાઓ પર એક પ્રશ્નના જવાબમાં આપ્યો હતો. આમાંથી બે ઘટના ન્યૂયોર્કમાં બની છે. ન્યૂયોર્ક પોલીસ વિભાગ આમાંથી ઓછામાં ઓછી એક ઘટનાની તપાસ ધિક્કાર અપરાધ તરીકે કરી રહી છે. જ્યારે આ સંદર્ભમાં ચાલી રહેલી તપાસ વિશે પૂછવામાં આવ્યું ત્યારે પિયરે કહ્યું, “તમારે આ સંદર્ભમાં તપાસ અને કાર્યવાહી માટે સ્થાનિક કાયદા અમલીકરણ એજન્સી સાથે વાત કરવી જોઈએ.”

પ્રેસ સેક્રેટરીએ કહ્યું કે, અમેરિકા તેના ભારતીય અને અન્ય વિદેશી સમકક્ષોની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છે. અમે હિંસાની કોઈપણ ઘટનાની નિંદા કરીએ છીએ. અમે આ મંચ પરથી ઘણી વખત કહ્યું છે. મહાત્મા ગાંધી પ્રેરણાના સ્ત્રોત છે. રાષ્ટ્રપતિએ આ વાત ઘણી વખત કહી છે.

દરમિયાન, ન્યૂયોર્ક સિટીના મેયર એરિક એડમ્સ ઘણા અધિકારીઓ સાથે ન્યૂયોર્ક સિટીમાં ગાંધીજીની ક્ષતિગ્રસ્ત પ્રતિમા પાસે ગયા હતા. શહેરમાં 3 અને 16 ઓગસ્ટના રોજ ગાંધીજીની પ્રતિમાને નુકસાન પહોંચાડવાની ઘટનાઓ બની હતી.

રિચમન્ડ હિલમાં તુલસી મંદિરની મુલાકાતે ગયેલા એડમ્સે પત્રકારોને જણાવ્યું હતું કે, રિચમંડ હિલમાં નફરત માટે કોઈ સ્થાન નથી. ન્યુયોર્ક શહેરમાં નફરત માટે કોઈ સ્થાન નથી. આંતરરાષ્ટ્રીય સમાચાર અહીં વાંચો.