[og_img]
- ભારત 50 અને 20 ઓવર ફોર્મેટમાં જીતનાર એકમાત્ર ટીમ
- તેંડુલકરે 23 મેચમાં સૌથી વધુ 971 રન બનાવ્યા, 2 સદી ફટકારી
- ઈરફાન પઠાણે 12 મેચમાં સૌથી વધુ 22 વિકેટ લીધી
એશિયા કપ 2020નો UAEમાં પ્રારંભ થઇ રહ્યો છે. ભારત પાકિસ્તાન સામે 28 ઓગસ્ટે મેચ રમીને એશિયા કપનો પ્રારંભ કરશે. ભારત કેપ્ટન રોહિત શર્માની આગેવાનીમાં ફરી એકવાર એશિયા કપ જીતી વધુ એક રેકોર્ડ બનાવ્યા સજ્જ છે.
ભારત સૌથી સફળ ટીમ
ટીમ ઇન્ડિયાનો એશિયા કપમાં રેકોર્ડ શાનદાર રહ્યો છે. એશિયા કપમાં ભારત સૌથી સફળ ટીમ રહી છે. ટીમ ઈન્ડિયા અત્યાર સુધી આ ટૂર્નામેન્ટ 7 વખત જીતી ચુકી છે. જ્યારે ભારત બાદ શ્રીલંકાએ 5 વખત અને પાકિસ્તાને 2 વખત જીત મેળવી છે. ભારતીય ટીમ એકમાત્ર એવી ટીમ છે જેણે એશિયા કપના 50-ઓવર અને 20-ઓવર બંને ફોર્મેટમાં જીત પ્રાપ્ત કરી છે.
કોહલીના નામે સૌથી વધુ ‘પ્લેયર ઓફ ધ મેચ’
એશિયા કપમાં ઘણા ભારતીય ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું છે. જો આ ટૂર્નામેન્ટમાં સૌથી વધુ ‘પ્લેયર ઓફ ધ મેચ’નો એવોર્ડ જીતનાર ભારતીય ખેલાડીઓની વાત કરીએ તો પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી પ્રથમ સ્થાને છે. કોહલી અત્યાર સુધીમાં 5 વખત આ એવોર્ડ જીતી ચૂક્યો છે. જ્યારે સુરેશ રૈનાને 3 વખત આ એવોર્ડ મળ્યો છે. પૂર્વ ભારતીય ક્રિકેટ નવજોત સિંહ સિદ્ધુને પણ ત્રણ વખત આ એવોર્ડ મળ્યો છે.
સચિન તેંડુલકરે સૌથી વધુ રન બનાવ્યા
એશિયા કપમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ શ્રીલંકાના ભૂતપૂર્વ મહાન બેટ્સમેન સનન જયસૂર્યાના નામે છે. તેણે આ ટૂર્નામેન્ટમાં 53ની શાનદાર એવરેજથી 25 મેચ રમીને 1,220 રન બનાવ્યા છે. બીજી તરફ, ક્રિકેટના ભગવાન ગણાતા સચિન મહાન બેટ્સમેન સચિન તેંડુલકરે એશિયા કપમાં ભારત માટે સૌથી વધુ રન બનાવ્યા છે. તેંડુલકરે એશિયા કપની 23 મેચમાં 971 રન બનાવ્યા છે. સચિનના નામે એશિયા કપમાં 2 સદી અને 7 અડધી સદી છે.
ઈરફાન પઠાણે સૌથી વધુ વિકેટ ઝડપી
એશિયા કપમાં સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ શ્રીલંકાના ભૂતપૂર્વ મહાન સ્પિનર મુથૈયા મુરલીધરનના નામે છે. તેણે આ ટૂર્નામેન્ટની 24 મેચમાં 30 વિકેટ લીધી છે. જ્યારે ઈરફાન પઠાણે એશિયા કપમાં ભારત માટે સૌથી વધુ વિકેટ ઝડપી છે. તેણે 12 મેચમાં 22 વિકેટ લીધી છે.
એશિયા કપમાં સૌથી વધુ સદી
એશિયા કપમાં સૌથી વધુ સદી ફટકારવાનો રેકોર્ડ પણ શ્રીલંકાના પૂર્વ બેટ્સમેન સનથ જયસૂર્યાના નામે છે. તેણે 25 મેચમાં 6 સદી ફટકારી છે. જ્યારે એશિયા કપની એક ઇનિંગમાં સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ શ્રીલંકાના સ્પિનર અજંતા મેન્ડિસના નામે છે. તેણે વર્ષ 2008માં ભારત સામે 13 રન આપીને 6 વિકેટ લીધી હતી.