હડતાલ સમેટાવા મુદ્દે નર્મદાના તલાટીઓમાં રોષ; જિલ્લા તલાટી મંડળ પ્રમુખે કહ્યું- મંડળને વિશ્વાસમાં લીધા વિના નિર્ણય લેવાયો છે એટલે અમારો વિરોધ | Anger among Narmada Talatis over strike call-off; Zilla Talati Mandal President said - the decision has been taken without taking the Mandal into confidence, hence our opposition

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Narmada
  • Anger Among Narmada Talatis Over Strike Call off; Zilla Talati Mandal President Said The Decision Has Been Taken Without Taking The Mandal Into Confidence, Hence Our Opposition

નર્મદા (રાજપીપળા)12 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ગુજરાતમાં છેલ્લા 20 દિવસથી વિવિધ માંગણીઓને લઈને તલાટી મંડળ હડતાળ પર ઉતર્યું હતું. 2 ઓગસ્ટથી શરૂ થયેલી હડતાળ પંચાયત મંત્રી બ્રિજેશ મેરજા સાથે થયેલી મિટિંગ બાદ બાંહેધરી આપતા સમેટાઈ ગઈ હતી. સરકાર દ્વારા તલાટી મંડળની 5માંથી 4 માગ સ્વીકારવામાં આવી હતી. આ હડતાળ સાથે રાજ્યના વિવિધ જિલ્લાઓના 8 હજાર તલાટીઓ જોડાયા હતા. એક બાજુ તલાટીઓની આ હડતાળ રાજ્ય મંડળના પ્રમુખ પંકજ મોદી સહિત અન્ય હોદ્દેદારોએ સરકાર સાથે વાટા ઘાટો કરી સમેટી તો બીજી બાજુ નર્મદા જિલ્લા સહિત રાજ્યના વિવિધ જિલ્લાના તલાટીઓમાં એ મુદ્દે રોષ ફેલાયો છે.

મંડળને વિશ્વાસમાં લીધા વગર આ નિર્ણય લેવાયો છે એટલે અમારો વિરોધ – તલાટી મંડળ પ્રમુખ
નર્મદા જિલ્લા તલાટી મંડળ પ્રમુખ પંકજ તડવીએ જણાવ્યું હતું કે નર્મદા જિલ્લા તલાટી મંડળને વિશ્વાસમાં લીધા વગર આ નિર્ણય લેવાયો છે એટલે અમારો વિરોધ છે. લડત સમિતિએ કોઈને કંઈ પૂછ્યું પણ નથી. હડતાળ શરૂ થતા પહેલાં એ નક્કી થયું હતું કે જ્યાં સુધી 33 જિલ્લા સંમત ન થાય ત્યાં સુધી હડતાળ પૂરી નહીં કરવાની, અમારી ગ્રેડ પેની મુખ્ય માંગ તો સરકારે સ્વીકારી નથી. જ્યારે નાંદોદ તલાટી મંડળના પ્રવકDતા ડો. નિતા પટેલે જણાવ્યું હતું કે રાજ્ય મંડળ પ્રમુખ પંકજ મોદીએ તલાટીઓની લાગણી સાથે ચેડાં કર્યા છે. આજ પછી કોઈ હડતાલને સમર્થન નહિ, નેતા નીડર અને સમર્પિત હોવો જોઈએ. અમને ખોટા ધંધે લગાડ્યા, કોણે દળ્યું અને કોણે ખાધું એ હવે તમામ તલાટી મિત્રોએ વિચારવું જોઈએ.

વિવિધ જિલ્લા પ્રમુખો પણ પંકજ મોદીનું રાજીનામું માંગી રહ્યા છે
તો બીજી બાજુ નવસારી જિલ્લા તલાટી મંડળ પ્રમુખ અને ગુજરાત રાજ્ય તલાટી મંડળ ઉપપ્રમુખ કેતન પટેલ અને છોટાઉદેપુર તલાટી મંડળ પ્રમુખ ચક્ષુભાઈ પટેલે તો આ નિર્ણયના વિરોધમાં પોતાના હોદ્દા પરથી રાજીનામું પણ ધરી દીધું છે. સોશિયલ મીડિયામાં તો મેસેજ વહેતા થયા છે કે લડત સમિતિના નામે સહિ કરનાર 11 પૈકી માત્ર 6 લોકો જ લડત સમિતિના છે, બાકીના 5 તો ડમી છે. લડત સમિતિના 14 પૈકી 6 લોકોની સહીથી હડતાલ ખાનગીમાં સામે પગલે જઈ સમેટી લેવાઈ છે. હડતાલમાં 8 હજાર તલાટીઓ ઉતાર્યા અને 6 લોકોએ હડતાલ પુરી કરી. રાજ્ય મંડળ પ્રમુખ પંકજ મોદી રાજીનામું આપો એવી ગુજરાત ભરમાંથી માંગણીઓ થઈ રહી છે, વિવિધ જિલ્લા પ્રમુખો પણ પંકજ મોદીનું રાજીનામું માંગી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે…
أحدث أقدم