એશિયા કપમાં પાકિસ્તાન સામે કોહલી વધુ એક મોટી સિદ્ધિ હાસિલ કરશે

[og_img]

  • વિરાટ તેની કારકિર્દીમાં વધુ એક સીમાચિહ્ન હાંસલ કરશે
  • T20માં 100 મેચ પૂરી કરનાર 14મો ક્રિકેટર બનશે કોહલી
  • કોહલી 99 T20માં 50.12ની એવરેજથી 3,308 રન બનાવ્યા

33 વર્ષીય કોહલી T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 100 મેચ પૂરી કરનાર 14મો ક્રિકેટર બનશે. વિરાટે અત્યાર સુધી 99 T20 ઈન્ટરનેશનલ મેચોમાં 50.12ની એવરેજથી 3308 રન બનાવ્યા છે. આમાં તેના નામે 30 અડધી સદી છે.

એશિયા કપમાં વિરાટ કોહલી રચશે ઈતિહાસ

ભારતના ભૂતપૂર્વ કેપ્ટન વિરાટ કોહલી ખરાબ ફોર્મ સામે ઝઝૂમવા છતાં આગામી એશિયા કપ 2022માં એક મોટો સીમાચિહ્ન હાંસલ કરવાના માર્ગે છે. જ્યારે ભારતીય ટીમ રવિવારે પાકિસ્તાન સામેની મેચ સાથે ટૂર્નામેન્ટમાં તેના અભિયાનની શરૂઆત કરશે, ત્યારે વિરાટ તેની કારકિર્દીમાં વધુ એક નવો સીમાચિહ્ન હાંસલ કરશે. તે પાકિસ્તાન સામેની મેચ દરમિયાન T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાના 100 મેચ પૂરા કરશે.

એક મહિના બાદ કોહલીની મેદાનમાં વાપસી

હાલના દિવસોમાં આઉટ ઓફ ફોર્મ રહેલો કોહલી લગભગ એક મહિના પછી મેદાનમાં પરત ફરશે. ઈંગ્લેન્ડના પ્રવાસ બાદ કોહલીને વેસ્ટ ઈન્ડિઝ અને ઝિમ્બાબ્વેના પ્રવાસમાંથી આરામ આપવામાં આવ્યો હતો. પૂર્વ કેપ્ટન કોહલી હવે એશિયા કપમાંથી ભારતીય ટીમમાં વાપસી કરી રહ્યો છે. 33 વર્ષીય કોહલી T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 100 મેચ પૂરી કરનાર 14મો ક્રિકેટર બનશે. વિરાટે અત્યાર સુધી 99 T20 ઈન્ટરનેશનલ મેચોમાં 50.12ની એવરેજથી 3308 રન બનાવ્યા છે. આમાં તેના નામે 30 અડધી સદી છે.

રોહિત શર્માના નામે સૌથી વધુ T20 મેચ

ભારતીય ટીમના વર્તમાન કેપ્ટન રોહિત શર્મા T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ મેચોના મામલે ટોપ પર છે. રોહિતે અત્યાર સુધી 132 T20 મેચ રમી છે. તેના પછી પાકિસ્તાનના અનુભવી ઓલરાઉન્ડર શોએબ મલિકે 124 અને ન્યૂઝીલેન્ડના માર્ટિન ગુપ્ટિલ અત્યાર સુધીમાં 121 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી ચૂક્યા છે.

أحدث أقدم