આઝાદી કા અમૃત મહોત્સવ : માજી સૈનિકોનું સન્માન કરાયું, શહિદોને યાદ કરાયા

[og_img]

  • સંખારી પગાર કેન્દ્ર શાળા ખાતે સ્વાતંત્રતા પર્વ ઉજવાયો
  • શાળામાં ગામના 10 માજી સૈનિકોનું સન્માન કરાયું
  • આ પ્રસંગે દેશના શહીદવીરોના બલિદાનોને યાદ કરાયા

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ભારતભરમાં 75 માં સ્વાતંત્ર પર્વની ભારે હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા પણ આજના યુવાનોમાં દેશભક્તિ જાગે અને રાષ્ટ્ર ભાવના જાગે તેવા ઉમદા હેતુથી હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત તમામ મકાનો, સહકારી ક્ષેત્ર સરકારી કચેરીઓ ખાનગી કોમ્પલેક્ષમાં તિરંગો ધ્વજ ફરકાવવામાં આવે તેવી ખાસ અપીલ કરવામાં આવી હતી. ત્યારે પાટણ તાલુકાના સંખારી ગામે આવેલ સંખારી પગાર કેન્દ્ર શાળા ખાતે 75માં સ્વતંત્રતા પર્વની ભારે હર્ષદલા ખાતે ઉજવણી કરવામાં આવી હતી.જેમાં ધ્વજવંદન કાર્યક્રમ કરી ધ્વજને સલામી આપવામાં આવી હતી રાષ્ટ્રગાન કરવામાં આવ્યું હતું.

10 જેટલા માજી સૈનિકો સન્માનિત કરાયા

આ પ્રસંગે ગામના માજી સૈનિકો કે જેઓ દેશ સેવામાં પોતાની જીવન સમર્પિત કર્યું છે, તેવા ગામના 10 જેટલા માજી સૈનિકો સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં શાળાના આચાર્ય વિઠ્ઠલભાઈ પરમાર દ્વારા દેશની મહામૂલી આઝાદી માટે દેશના શહીદવીરોના બલિદાનોને યાદ કરવામાં આવ્યા હતા. આ સાથે સાથે આજે દેશે કરેલ પ્રગતિની રૂપરેખા પણ આપી હતી. આ કાર્યક્રમમાં ગામના સરપંચ સુરેન્દ્રસિંહ ઝાલા,તાલુકા ભાજપ મોરચાના મહામંત્રી ગોવિંદભાઇ પ્રજાપતિ,પાટણ તાલુકા પંચાયત વિરોધ પક્ષના નેતા સોહન પટેલ, સી.આર.સી દિનેશભાઇ પ્રજાપતિ, ઇદુભાઈ સૈયદ,નીરવ પટેલ,જયેશ પટેલ સહિત મોટી સંખ્યામાં ગામ લોકો અને શાળાના બાળકો આ કાર્યક્રમમાં જોડાયા હતા.

Previous Post Next Post