Tuesday, August 16, 2022
Home »
Breaking News
,
Gujarati
,
India News
,
Latest news
,
Today news
,
trending
» પિંક ટોપ અને ડેનિમમાં Jacqueline Fernandez છવાઈ ગઈ, જુઓ Photos | Jacqueline Fernandez shares her photos in pink outfits
Aug 16, 2022 | 4:27 PM
TV9 GUJARATI | Edited By: Kunjan Shukal
Aug 16, 2022 | 4:27 PM
બોલિવૂડની સુંદર અને ગ્લેમરસ અભિનેત્રીઓમાં જેકલીન ફર્નાન્ડીઝનું નામ લેવામાં આવે છે. અભિનેત્રીએ પોતાની સુંદરતાની સાથે સાથે પોતાના અભિનયથી ચાહકોના દિલમાં એક અલગ જ જગ્યા બનાવી છે. આ તસવીરમાં તમે જોઈ શકો છો કે જેકલીને ગુલાબી ડ્રેસ સાથે હળવા ગુલાબી કલરનો બોટમવેર પહેર્યો છે.
તાજેતરમાં બોલિવૂડની સુંદર અભિનેત્રીનું ફોટોશૂટ વાયરલ થઈ રહ્યું છે. આ ફોટોશૂટમાં જેકલીનનો અલગ અંદાજ જોવા મળી રહ્યો છે. અભિનેત્રીએ લાઈટ અને ડાર્ક કલરના પિંક આઉટફિટ પહેર્યા છે.
તસવીરોમાં તેની ગ્લેમર સ્ટાઈલ દેખાઈ રહી છે. જેકલીનના અભિનયથી જ નહીં, પરંતુ તમામ ચાહકો તેની સુંદરતાના પણ વિશ્વાસુ છે.
11 ઓગસ્ટના રોજ જેકલીને પોતાનો જન્મદિવસ ઉજવ્યો હતો. તેનો જન્મ 1985માં કોલંબોમાં થયો હતો. એવું કહેવાય છે કે જેકલીન બાળપણથી જ હોલીવુડમાં સ્ટાર બનવા માંગતી હતી અને તેણે પોતાનો શોખ પૂરો કરવા માટે જોન સ્કૂલ ઓફ એક્ટિંગમાં અભ્યાસ કર્યો હતો.
વર્ષ 2006માં જેકલીને મિસ યુનિવર્સ શ્રીલંકા સ્પર્ધામાં ભાગ લીધો હતો અને જીતી હતી. તમને જણાવી દઈએ કે જેકલીન ભૂતકાળમાં પણ ઘણા વિવાદોમાં રહી છે. તેનું નામ ઠગ સુકેશ ચંદ્રશેખર સાથે જોડાયું હતું, જેના કારણે પોલીસે તેની પણ પૂછપરછ કરી હતી.