Sunday, August 14, 2022

બેલોન ડીઑર એવોર્ડ માટે શોર્ટલિસ્ટ જાહેર, મેસ્સીનું નામ ગાયબ

[og_img]

  • બ્રાઝિલિયન સ્ટાર નેમાર પણ નોમિનેટ ના થયો
  • લેવાન્ડોવસ્કી એવોર્ડ જીતવા માટે ફેવરિટ
  • સાલાહ, ડી બ્રૂઇન, હેરી કેનને નોમિનેટ થયા

સાત વખતના બેલોન ડીઑર વિજેતા લાયોનલ મેસ્સી 2005 બાદ પ્રથમ વખત ફૂટબોલના આ પ્રતિષ્ઠિત એવોર્ડ માટે નોમિનેટ થયેલા 30 ખેલાડીઓમાં સ્થાન મેળવી શક્યો નથી. આર્જેન્ટિનાના દિગ્ગજ ફૂટબોલર મેસ્સીએ ગયા વર્ષે પોલેન્ડના રોબર્ટો લેવાન્ડોવસ્કીને હરાવીને એવોર્ડ જીત્યો હતો. પેરિસ સેન્ટ જર્મેન સાથેની પ્રથમ સિઝનમાં એવરેજ પ્રદર્શનના કારણે તેને આ વખતે યાદીમાં સ્થાન મળ્યું નથી. મેસ્સીએ 2019માં પણ આ એવોર્ડ જીત્યો હતો પરંતુ 2020માં કોરોનાની મહામારીના કારણે એવોર્ડ અપાયો નહોતો.

નેમાર જુનિયર ટોપ-30માંથી બહાર

બ્રાઝિલનો સ્ટાર નેમાર જુનિયર પણ ટોપ-30માં સ્થાન મેળવી શક્યો નથી. મેસ્સીને 2005 બાદ પ્રત્યેક વખત એવોર્ડ માટે નોમિનેટ કરવામાં આવ્યો હતો અને કોઈ પણ અન્ય ખેલાડીની તુલનામાં તે સાત વખત ફ્રાન્સનો ફૂટબોલ એવોર્ડ જીત્યો છે. લેવાન્ડોવસ્કી, કાઇલન મબાપે, કરીમ બેન્ઝેમાં, પાંચ વખતના એવોર્ડ વિનર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોનું પણ આ યાદીમાં નામ છે. આ ઉપરાંત મોહમ્મદ સાલાહ, સાદિયો માને, કેવિન ડી બ્રૂઇન તથા ઇંગ્લેન્ડના હેરી કેનને પણ નોમિનેટ કરવામાં આવ્યા છે.

બેલોન ડીઑર એવોર્ડ માટેના 30 દાવેદાર

થિબોસ કર્ટોઇસ, રાફેલ લીઓ, ક્રિસ્ટોફર નકૂંકૂ, મોહમ્મદ સાલાહ, જોશુઆ કિમિચ, ટ્રેન્ટ એલેકઝાન્ડર આર્નોલ્ડ, વિનિસિયસ જુનિયર, બર્નાર્ડો સિલ્વા, લૂઇસ ડિયાઝ, રોબર્ટો લેવાન્ડોવસ્કી, રિયાઝ મહેરઝ, કાસેમિરો, હ્યુંગ મિન સોન, ફેબિન્હો, કરીમ બેન્ઝેમા, માઇક મેગન, હેરી કેન, ડાર્વિન નુનેઝ, ફિલ ફોડેન, સાદિયો માને, સબેસ્ટિયન હોલર, લુકા મોડ્રિક, એન્ટોનિયો રુડિગર, ક્રિસ્ટિયાનો રોનાલ્ડો, કેવિન ડી બ્રૂઇન, ડૂસાન વ્લોહોવિચ, વર્જિલ વેન ડિઝ, જોઆઓ કેન્સેલો, કાઇલન મબાપે, એરલિંગ હોલેન્ડ.