રાજસ્થાનમાં વિદ્યાર્થીના મૃત્યુ માટે જવાબદાર શિક્ષકને ફાંસી આપવાની માંગ કરાઇ

[og_img]

  • રાજસ્થાનના ઝાલોરમાં આચાર્ય દ્વારા વિદ્યાર્થીની હત્યા મામલે પ્રદર્શન
  • પાટણ કલેકટર કચેરી ખાતે સ્વયમ સૈનિક દળના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શન
  • સ્વયં સૈનિક દળ પાટણ દ્વારા કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું

રાજસ્થાનના ઝાલોરના સુરાણા ગામે શાળાના આચાર્યની માટલી માંથી પાણી પીવા મામલે રોષે ભરાયેલા આચાર્યએ ક્રુરતાપૂર્વક મારતા તેનું મોત થતાં તેના વિરોધમાં સ્વયં સૈનિક દળ પાટણ દ્વારા કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર આપી રજુઆત કરવામાં આવી છે.

રાજસ્થાનના ઝાલોરના સુરાણા ગામે સરસ્વતી વિધા મંદિરમાં ઈન્દ્ર મેધવાલ ઉંમર વર્ષ 9 દ્વારા આચાર્યની માટલી માંથી પાણી પીવા બાબતે આચાર્ય દ્વારા ક્રૂરતાપૂર્વક બેરહેમીથી માર મારતાં ઈન્દ્ર મેધવાલનું મૃત્યુ નિપજ્યુ હતું જેને ન્યાય મળે તે હેતુ થી પાટણ કલેકટર કચેરી ખાતે સ્વયમ સૈનિક દલના કાર્યકર્તાઓ દ્વારા હત્યારા શિક્ષકને ફાંસીની સજા આપવામાં આવે તેવી માંગ સાથે વિરોધ પ્રદર્શન કરી ઇન્દ્ર મેધવાલને ન્યાય આપો આભડછેટ નાબૂદ કરો જાતિવાદ નાબૂદ કરો હત્યારા ને ફાંસી આપો જેવાં સૂત્રોચ્ચાર કરી જીલ્લા પ્રશાસનને આવેદનપત્ર આપી માંગ કરવામાં આવી છે.

આવેદનપત્રમાં જણાવ્યા મુજબ પાટણ કલેકટર મારફત રાજસ્થાનના મુખ્યમંત્રી અને મહામહિમ રાષ્ટ્રપતિને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી કે ઇન્દ્ર મેધવાલના હત્યારાને ફાંસી આપવામાં આવે. સરકાર દ્વારા તમામ શાળાઓમાં આભડછેટ બાબતે સર્વે કરવામાં આવે અને જ્યાં પણ આભડછેટ નું આચરણ કરવામાં આવતું હોય તે તમામ શાળા ઓ ઉપર કડક પગલા લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

Previous Post Next Post