Tuesday, August 2, 2022

અમદાવાદ સિવિલમાં સ્વાઇનફ્લૂથી દર્દીનું મોત | લોકસભામાં મોંઘવારી પર ચર્ચા

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. તો બીજીબાજુ રાષ્ટ્રીય સ્તરે આજે શિવસેનાના સાંસદ સંજય રાઉતની ઇડી દ્વારા ધરપકડ કરવામાં આવી ત્યારથી મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાયું છે. તો લોકસભામાં મોંઘવારી મુદ્દે ચર્ચા શરૂ થઇ સહિતના અત્યાર સુધીના અગત્યના સમાચાર

વધુ વાંચો: રાજનીતિના મોટા સમાચાર, પાટીદારો માટે 50 બેઠકો પર થઈ ટિકિટની માગણી

વિધાનસભા ચૂંટણી પહેલા રાજનીતિના મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં પાટીદારો માટે 50 બેઠકો પર ટિકિટની માગણી કરવામાં આવી છે. તેમજ પાટીદારોને ઓછામાં ઓછી 50 બેઠકો પર ટિકિટ મળવી જોઇએ તથા 25 બેઠકો પર અમે નિર્ણાયક ભૂમિકામાં છીએ તેમ જેરામ પટેલે જણાવ્યું છે.

વધુ વાંચો: અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સ્વાઈન ફ્લૂના લીધે એક દર્દીનું મોત

છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં કોરોનાના કેસોની સંખ્યામાં વધારો થયો છે. જેને લઈને આરોગ્ય તંત્ર ફરી દોડતું થયું હતું. પરંતુ હવે અમદાવાદ શહેરમાં સ્વાઈન ફ્લુનું સંક્રમણમાં પણ ધીમે ધીમે વધારો થઇ રહ્યો છે. ગઈકાલે રાત્રે સોલા સિવિલ હોસ્પીટલમાં એક દર્દી દાખલ કરવામાં આવ્યો હતો જેનો સ્વાઈન ફ્લુ રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. જે બાદ સારવાર દરમિયાન દર્દીનું મોત થયું હતું.

વધુ વાંચો: લગ્ન પછી ‘ગુડ ન્યૂઝ’ માટે 15 દિવસની રજા આપો, યુપી કોન્સ્ટેબલની અરજી

યુપી ડાયલ 112નાં બલિયા જિલ્લાના એક પોલીસ કોન્સ્ટેબલે રજા માટે અનોખી અરજી આપી છે. જેમાં કોન્સ્ટેબલે તેના અધિકારીને લખ્યું છે કે, સાહેબ, લગ્નને સાત મહિના થઈ ગયા છે, હજુ સુધી કોઈ સારા સમાચાર મળ્યા નથી. પત્નીએ ડોક્ટરની સલાહ મુજબ દવા લીધી છે. હું પત્ની સાથે રહેવા માંગુ છું. તો કૃપા કરીને 15 દિવસની રજા આપો. આ આવેદનપત્ર હાલ સમગ્ર જિલ્લામાં ચર્ચાનો વિષય બન્યું છે.

વધુ વાંચો: લોકસભામાં સાંસદોનું સસ્પેન્શન પાછું, મોંઘવારી પર ચર્ચા શરૂ

લોકસભામાંથી સસ્પેન્ડ કરાયેલા સાંસદોનું સસ્પેન્શન સમાપ્ત થઈ ગયું છે. વાસ્તવમાં, વિપક્ષ સાથે સહમત થયા બાદ સસ્પેન્શન ખતમ કરવા માટે લોકસભામાં ઠરાવ લાવવામાં આવ્યો હતો. આ સાથે લોકસભામાંથી સસ્પેન્ડ કરાયેલા સાંસદોનું સસ્પેન્શન પૂર્ણ થી ગયું છે.

વધુ વાંચો: શું સંજય રાઉત ગણશે જેલનાં સળિયા?, કોર્ટમાં હાજરી પહેલા મેડિકલ તપાસ થઇ

શિવસેનાના સાંસદ સંજય રાઉતને રવિવારે સવારે જ્યારે EDના અધિકારીઓએ ઘરનો દરવાજો ખટખટાવ્યો ત્યારે તેમને આંચકો લાગ્યો હતો. સૂત્રો જણાવે છે કે સવારે 7 વાગ્યાથી EDના 20થી વધુ અધિકારીઓએ ગોરેગાંવ પાત્રા ચાલ કૌભાંડમાં રાઉતની પૂછપરછ શરૂ કરી હતી. સાંજ સુધી તેને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો.

વધુ વાંચો: માતાના મૃતદેહને પાટિયા પર બાંધી દીકરાઓ બાઇક પર 80km લઇ ગયા

તાજેતરનો મામલો મધ્યપ્રદેશના શહડોલથી સામે આવ્યો છે. શહડોલ મેડિકલ કોલેજમાં રવિવારે એક મહિલાના મોત બાદ જિલ્લા હોસ્પિટલે મૃતકના પરિવારજનોને મૃતદેહ ઘરે લઈ જવા માટે શબ વાહન પણ ઉપલબ્ધ કરાવ્યું નહોતું. ત્યારબાદ પુત્રોને માતાના મૃતદેહને લાકડાના પાટા પર બાંધીને બાઇક દ્વારા 80 કિમી દૂર શહડોલ જિલ્લાથી પડોશી અનુપપુર જિલ્લામાં માતાના મૃતદેહને તેમના ઘરે લઈ જવો પડ્યો હતો.

વધુ વાંચો: ઋષિ સુનકનો માસ્ટર સ્ટ્રોક,7 વર્ષ સુધી 20 ટકા ટેક્સ ઘટાડવાનું આપ્યું વચન

કન્ઝર્વેટિવ પાર્ટીના 1,75,000 સભ્યોએ પાર્ટીના આગામી નેતા અને વડાપ્રધાન તરીકે ઋષિ સુનક અથવા લિઝ ટ્રસને પસંદ કરવા માટે તેમના પોસ્ટલ બેલેટ્સ પ્રાપ્ત કર્યા. બ્રિટનના વડાપ્રધાન પદની રેસમાં લિઝ ટ્રસથી પાછળ રહેલા ભારતીય મૂળના બ્રિટિશ સાંસદ ઋષિ સુનકે હવે ટેક્સ ઘટાડવા માટે સંમતિ દર્શાવી છે. તેમણે આગામી સાત વર્ષમાં વ્યક્તિગત કર 20 ટકા ઘટાડવાનું વચન આપ્યું છે. ઋષિ સુનકના મતે આ ટેક્સ કપાત છેલ્લા ત્રણ દાયકામાં સૌથી વધુ હશે.

વધુ વાંચો: ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરવાનું ચૂકી ગયા! તો હવે દંડ પણ ભરો

ઈન્કમ ટેક્સ રિટર્ન (ITR) ફાઈલ કરવાની છેલ્લી તારીખ વીતી ગઈ છે. આ માટે છેલ્લી તારીખ 31 જુલાઈ નક્કી કરવામાં આવી હતી. હવે તમારે આ મહત્વપૂર્ણ કામ કરવા માટે દંડ ભરવો પડશે, પરંતુ તમે માત્ર 1000 રૂપિયાના દંડ સાથે આ મહત્વપૂર્ણ કામ પૂરું કરી શકો છો. આવો જાણીએ શું છે નિયમો?

વધુ વાંચો: ‘મને ભારત પસંદ નથી’, આમિરખાને ફિલ્મ બૉયકોટ પર કહી આવી વાત

બોલિવૂડ એક્ટર આમિર ખાન લગભગ ચાર વર્ષ પછી ‘લાલ સિંહ ચઢ્ઢા’થી મોટા પડદા પર વાપસી કરી રહ્યો છે. અદ્વૈત ચંદન દ્વારા નિર્દેશિત, આ ફિલ્મ 11 ઓગસ્ટ, 2022 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની તૈયારીમાં છે. પોતાની ફિલ્મની રિલીઝના થોડા દિવસો પહેલા આમિર ખાને મીડિયા સાથે વાતચીત કરી અને ‘લાલ સિંહ ચઢ્ઢા’ સાથે જોડાયેલા દરેક સવાલના જવાબ આપ્યા. આ દરમિયાન આમિર ખાનને ‘બૉયકોટ લાલ સિંહ ચઢ્ઢા’ ટ્રેન્ડ વિશે પણ પૂછવામાં આવ્યું હતું.

વધુ વાંચો: વિરાટ કોહલીની ખાસ ક્લબમાં સ્મૃતિ મંધાના, મહિલા ક્રિકેટની બની ચેજ માસ્ટર

ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ઓપનર સ્મૃતિ મંધાનાએ કોમનવેલ્થ ગેમ્સ 2022માં પાકિસ્તાન સામે 63 રનની આકર્ષક ઇનિંગ રમી હતી. પાકિસ્તાનના 100 રનના લક્ષ્યાંકનો પીછો કરતા મંધાનાએ 42 બોલમાં 8 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી આ શાનદાર ઇનિંગ રમી હતી. મંધાના આ ઈનિંગ બાદ વિરાટ કોહલીની ખાસ ક્લબમાં સામેલ થઈ ગઈ છે.