ખાનગી મેળામાં અખાદ્ય પિઝા રોટલા અને ચટણીનો નાશ કરાયો

[og_img]

  • ખાનગી લોકમેળામાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગની ચકાસણી ચાલુ
  • મોતીચૂરના લાડુ તેમજ અન્ય સામગ્રીના નમુનો લેવાયા
  • 37 ફૂડ સ્ટોલની ચકાસણી કરી ખાદ્ય તેલ સહિતના નમુના લેવાયા

રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા રાજકોટ શહેરમાં શ્રાવણ માસના તહેવારોને અનુલક્ષીને નાના મવા સર્કલ પાસે, 150 ફૂટ રીંગ રોડ, રાજકોટ ખાતે આવેલ 03 પ્રાઇવેટ મેળામાં સ્થળ પર ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાન સાથે ફૂડ સ્ટોલ પર વેચાણ થતી ખાદ્યચીજોની ચકાસણી કરવામાં આવેલ જેમાં કુલ 37 ફૂડ સ્ટોલની ચકાસણી કરવામાં આવેલ જેમાં સ્થળ પર ઉપયોગમાં લેવાતા ખાધ્ય તેલ, આઇસ્ક્રીમ-કેન્ડી, ઠંડાપીણાં, બેકરી પ્રોડક્ટ્સ, પ્રિપેર્ડ ફૂડ, વિગેરેના કુલ 28 નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવેલ. જન્માષ્ટમી કાર્નિવલ મેળો (પ્રાઇવેટ મેળો)-નાના મવા ચોકડી પાસે,રાજકોટ માં આવેલ 12 ફૂડ સ્ટોલમાં ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાન સાથે ચકાસણી નું ચેકિંગ કરવામાં આવેલ. જેમાં રોયલ પીઝામાં પીઝા નું વેચાણ કરતા ફૂડ સ્ટોલ પર તપાસ કરતાં મળી આવેલ અખાદ્ય વાસી પીઝા બ્રેડ 5 કિલો જથ્થાનો સ્થળ પર નાશ કરેલ.

ગોવિંદા મેળો (પ્રાઇવેટ મેળો) નાના મવા સર્કલ પાસે, રાજકોટમાં આવેલ 18 ફૂડ સ્ટોલનું ચેકિંગ કરવામાં આવેલ તેમજ સ્થળ પર ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાન સાથે ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં સ્થળ પર વેચાણ કરતા લાઇવ સ્ટીમ ઢોકળા ફૂડ સ્ટોલ પર તપાસ કરતાં મળી આવેલ અખાદ્ય વાસી ચટણી 2 કિલોનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો.

રાધે ક્રિષ્ના મેળો (પ્રાઇવેટ મેળો): નાના મવા સર્કલ પાસે, રાજકોટ પર આવેલ આવેલ 07 ફૂડ સ્ટોલનું ચેકિંગ કરવામાં આવેલ તેમજ સ્થળ પર ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાન સાથે ચકાસણી હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં લાઇવ ઢોકળા ખીચું વેચાણ કરતા ફૂડ સ્ટોલ પર તપાસ કરતાં મળી આવેલ અખાદ્ય વાસી ચટણી ૩ કિલોનો સ્થળ પર નાશ કરવામાં આવેલ. તથા હોટ પીઝા નામના સ્ટોલ પર પીઝા નું વેચાણ કરતા ફૂડ સ્ટોલમાં તપાસ કરતાં મળી આવેલ અખાદ્ય વાસી 10 પેકેટ પીઝા બ્રેડ ના જથ્થાનો સ્થળ પર નાશ કરવામાં આવેલ.

નમુનાની કામગીરી:

ગણેશ ચતુર્થીના તહેવારોને અનુલક્ષીને ફૂડ વિભાગ દ્વારા ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ-2006 હેઠળ દર્શાવેલ વિગતો મુજબ 2 નમૂના લેવામાં આવ્યા હતા:

(1) મોતીચુર લાડુ-મીઠાઇ (લૂઝ) : સ્થળ –શ્રી ગજાનન ઓન પાપડી ગૃહ ઉદ્યોગ, “માં આશીષ”, ગણેશનગર શેરી નં. 10, ગણેશ ડેરીની બાજુમાં, કોઠારીયા રોડ, રાજકોટ.

(2) મોતીચુર લાડુ-મીઠાઇ (લૂઝ) : સ્થળ –સાક્ષી ગૃહ ઉદ્યોગ, તીરૂપતી સોસાયટી શેરી નં-૨, કોઠારીયા ચોકડી, રાજકોટ.

Previous Post Next Post