આણંદમાં એક યુવકને ગણપતિના ફાળાની પાવતી માગવી મોંઘી પડી, ચાર વ્યકિતએ હુમલો કરી ધમકી આપી | In Anand, a young man was attacked and threatened by four men for asking for Ganapati's contribution.

આણંદ16 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • પોલીસે ચાર વ્યકિત સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

આણંદ શહેરની ગામડી રેલવે કોલોનીમાં રહેતા યુવક પાસે ગણેશ ચતુર્થીનો ફાળો માંગતા એક જ પરિવારના ચાર સભ્યએ હુમલો કરી મારમાર્યો હતો. આ અંગે પોલીસે ચાર વ્યકિત સામે ગુનો નોંધ્યો હતો.

ગામડીની રેલવે કોલોનીમાં રહેતા અજીતકુમાર પ્રભુદયાલ મિણા 25મી ઓગષ્ટની રાત્રે ઘરે હતાં તે સમયે ફિરોજખાન શરીફખાન પઠાણ (રહે. રેલવે કોલોની, ગામડી) તેમની પાસે ગણેશ ચતુર્થીનો ફાળો માંગવા આવ્યાં હતાં. આ સમયે અજીતે ફાળાની પાવતી માંગતા ઝઘડો થયો હતો. જોકે, ફિરોજ જતો રહ્યો હતો. બાદમાં તે સળીયો લઇ ધસી આવ્યો હતો અને અપશબ્દ બોલી અજીતને માર મારવા લાગ્યો હતો.

મહત્વનું છે કે આ ઝઘડામાં ફિરોજ ઉપરાંત તેના પત્ની, દિકરો અને દિકરી પણ ધસી આવ્યાં હતાં અને અજીતકુમાર પર હુમલો કર્યો હતો. જેમાં વચ્ચે પડેલા નિર્મલાબહેનનું ગળુ પકડી મારમાર્યો હતો. જોકે, કોલોનીના અન્ય લોકો આવી પહોંચતાં ફિરોજ ત્યાંથી જતો રહ્યો હતો, આ સમયે તેણે જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ અંગે આણંદ શહેર પોલીસે ફિરોજ, તેના પત્ની, દીકરો અને દીકરી સામે ગુનો નોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post