ટેસ્ટ ક્રિકેટમાં એન્ડરસની અકલ્પનીય સિદ્ધિ, સચિન-પોન્ટિંગ કરતા ઘણો આગળ નીકળ્યો

[og_img]

  • એક દેશમાં 100 ટેસ્ટ રમનાર વિશ્વનો પ્રથમ ખેલાડી બન્યો એન્ડરસ
  • આ યાદીમાં સચિન બીજા, રિકી પોન્ટિંગ ત્રીજા સ્થાને
  • એન્ડરસને અત્યાર સુધીમાં 174 ટેસ્ટમાં 658 વિકેટ લીધી

જેમ્સ એન્ડરસને ટેસ્ટ ક્રિકેટમાં નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. તે દેશમાં 100 ટેસ્ટ મેચ રમનાર વિશ્વનો પ્રથમ ખેલાડી બન્યો છે. સચિન અને પોન્ટિંગ પણ આ સિદ્ધિ હાંસલ કરી શક્યા નથી.

જેમ્સ એન્ડરસનની વધુ એક સિદ્ધિ

ટેસ્ટ ક્રિકેટમાં ઇંગ્લેન્ડના સૌથી સફળ ઝડપી બોલર જેમ્સ એન્ડરસને ગુરુવારે દક્ષિણ આફ્રિકા સામેની શ્રેણીની બીજી ટેસ્ટમાં ટીમ માટે મેદાનમાં ઉતરીને અકલ્પનીય સિદ્ધિ હાંસલ કરી હતી. પોતાની ટીમ માટે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ ધરાવતા એન્ડરસને ઈંગ્લેન્ડમાં તેની 100મી ટેસ્ટમાં ભાગ લીધો હતો. આમ તે ટેસ્ટ ક્રિકેટમાં આ સિદ્ધિ હાંસલ કરનાર એક દેશનો પ્રથમ ક્રિકેટર બન્યો.

એક દેશમાં સૌથી વધુ ટેસ્ટ રમવાનો રેકોર્ડ

મહાન બેટ્સમેન સચિન તેંડુલકરે એક દેશમાં (ભારત) સૌથી વધુ ટેસ્ટ રમવાનો રેકોર્ડ બનાવ્યો હતો. તેણે ભારતમાં કુલ 94 ટેસ્ટ મેચ રમી છે. આ રેકોર્ડ એન્ડરસન પહેલા જ તોડી ચૂક્યો છે અને તે દેશમાં 100 ટેસ્ટ રમનાર વિશ્વનો પ્રથમ અને એકમાત્ર ખેલાડી છે. સચિન હવે આ યાદીમાં બીજા સ્થાને છે, જ્યારે રિકી પોન્ટિંગ (ઓસ્ટ્રેલિયામાં 92 ટેસ્ટ) અને એન્ડરસનના સાથી સ્ટુઅર્ટ બ્રોડ (ઈંગ્લેન્ડમાં 91 ટેસ્ટ) અનુક્રમે ત્રીજા અને ચોથા સ્થાને છે.

એન્ડરસન 200મી ટેસ્ટ રમશે?

હવે જોવાનું એ રહે છે કે ગયા મહિને 40 વર્ષનો થઈ ગયેલો એન્ડરસન 200 ટેસ્ટ મેચ સુધી પહોંચવામાં સફળ રહેશે કે કેમ, કારણ કે આ કામ માત્ર સચિન જ કરી શક્યો છે. એન્ડરસને અત્યાર સુધીમાં 174 ટેસ્ટ મેચ રમી છે. તેણે ક્રિકેટના આ લાંબા ફોર્મેટમાં અત્યાર સુધીમાં 658 વિકેટ લીધી છે અને હાલમાં તે શ્રીલંકાના મુથૈયા મુરલીધરન (800) અને ઓસ્ટ્રેલિયાના શેન વોર્ન (708)થી પાછળ છે અને સૌથી વધુ વિકેટ લેનારાઓની યાદીમાં ત્રીજા સ્થાને છે.

ઇંગ્લેન્ડ શ્રેણીમાં 0-1થી પાછળ

બીજી ટેસ્ટની વાત કરીએ તો, માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતે દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. લોર્ડ્સમાં પ્રથમ મેચમાં ઇનિંગ્સ અને 12 રનથી કારમી હાર બાદ યજમાન ઇંગ્લેન્ડ શ્રેણીમાં 0-1થી પાછળ છે. બેન સ્ટોક્સ અને બ્રેન્ડન મેક્કુલમની કેપ્ટન-કોચ જોડીએ સત્તા સંભાળી ત્યારથી ઈંગ્લેન્ડની આ પ્રથમ હાર હતી. આ પહેલા ઈંગ્લેન્ડે ન્યુઝીલેન્ડ અને ભારતને હરાવ્યું હતું.

Previous Post Next Post