એશિયા કપ પહેલા વસીમ અકરમે જણાવી પાકિસ્તાનની સૌથી મોટી કમજોરી

[og_img]

  • વસીમ અકરમે પાકિસ્તાનની નબળાઈ ઉજાગર કરી
  • મિડલ ઓર્ડર પાકિસ્તાનની નબળી કડી બની શકે છે: અકરમ
  • 28 ઓગસ્ટે ભારત-પાકિસ્તાન વચ્ચે એશિયા કપમાં મુકાબલો

એશિયા કપ 27 ઓગસ્ટથી શરૂ થશે અને બીજા દિવસે ખિતાબના દાવેદાર ભારત અને પાકિસ્તાનની ટીમો સામસામે ટકરાશે. અકરમે આ ટૂર્નામેન્ટની શરૂઆત પહેલા જ પાકિસ્તાનની નબળાઈને ઉજાગર કરી દીધી છે.

અકરમે પાકિસ્તાનની નબળાઈ ઉજાગર કરી

ભારત અને પાકિસ્તાન વચ્ચે 28 ઓગસ્ટે યોજાનારી એશિયા કપ T20 ક્રિકેટ મેચ પર બધાની નજર છે પરંતુ પાકિસ્તાનના મહાન ફાસ્ટ બોલર વસીમ અકરમે બંને દેશના ક્રિકેટ ચાહકોને વિનંતી કરી છે કે તેઓ તેને માત્ર એક ક્રિકેટ મેચ માને. એશિયા કપ 27 ઓગસ્ટથી શરૂ થશે અને બીજા દિવસે ખિતાબના દાવેદાર ભારત અને પાકિસ્તાનની ટીમો સામસામે ટકરાશે. અકરમે આ ટૂર્નામેન્ટની શરૂઆત પહેલા જ પાકિસ્તાનની નબળાઈને ઉજાગર કરી દીધી છે.

મિડલ ઓર્ડર નબળી કડી

અકરમે વર્ચ્યુઅલ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, “ગત વર્ષે T20 વર્લ્ડકપમાં ભારતને હરાવ્યા બાદ પાકિસ્તાનનો ઉત્સાહ વધ્યો છે. તે યુવા ટીમ છે પરંતુ સતત સારું રમી રહી છે. મિડલ ઓર્ડર નબળી કડી બની શકે છે, જેમાં ઇફ્તિખાર અહેમદ સિવાય અન્ય કોઈને અનુભવ નથી. બંને ટીમો માટે આ મેચમાં જીતની ચાવી માનસિકતા હશે. એશિયા કપમાં બંને ટીમો માટે આ સૌથી મહત્વપૂર્ણ મેચ પણ છે.

આફ્રિદીની ઈજાથી પાકિસ્તાનને મોટો ફટકો

તેણે કબૂલ્યું હતું કે ફાસ્ટ બોલર શાહીન શાહ આફ્રિદી ઈજાના કારણે બહાર રહેવાથી પાકિસ્તાનને મોટો ફટકો પડ્યો હતો. તેણે કહ્યું, “શાહીન આફ્રિદીની પાકિસ્તાનને ખૂબ જ મોટી ખોટ પડશે, કારણ કે તે નવા બોલથી વિકેટ લેવામાં નિષ્ણાત છે. તે સતત સારું પ્રદર્શન કરી રહ્યો છે અને વિશ્વના ટોચના ત્રણ ઝડપી બોલરોમાં સામેલ છે. પરંતુ તેને ઘૂંટણની ઈજા છે અને તેને સાજા થવામાં સમય લાગશે.

રવિ શાસ્ત્રીએ સહમતિ દર્શાવી

શાસ્ત્રીએ પણ તેની સાથે સહમત થતા કહ્યું, “ભારત હંમેશા ડાબા હાથના ફાસ્ટ બોલરોથી પરેશાન રહે છે. ડાબા હાથના ઝડપી બોલરો ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે તેઓ 2-3 ઓવરમાં રમતને ફેરવી શકે છે, જેમ કે વસીમ અકરમે 1992 વર્લ્ડકપ ફાઇનલમાં કર્યું હતું.

أحدث أقدم