الثلاثاء، 23 أغسطس 2022

Gujarat Agriculture Scheme: Do You Know How Much Subsidy Offers By Gujarat Government On Papaya Farming

Gujarat Horticulture Scheme: ખેડૂતોની આવક બમણી થાય તે માટે ગુજરાત સરકાર વિવિધ યોજનાઓ ચલાવે છે. રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો લાભ લઈને અનેક ખેડૂતોએ તેમની આવકમાં વધારો કર્યો છે. રાજ્ય સરકારના બાગાયત વિભાગ દ્વારા ગુણકારી એવા પપૈયાની ખેતી માટેની સહાય આપવામાં આવે છે.

પપેયાની ખેતીમાં સહાય

યુનિટ કોસ્ટઃ રૂપિયા 60 હજાર પ્રતિ હેક્ટર

સહાય ધોરણ

  • લાભાર્થી દીઠ 50 ટકા કે મહત્તમ 30 હજાર રૂપિયા પ્રતિ હેક્ટર સહાય
  • ખેડૂતને 15 ટકા, 25 ટકા રાજ્ય સરકારની વધારાની પુરક સહાય
  • લાભાર્થી દીઠ 4 હેક્ટરની મર્યાદામાં

વધુ માહિતી માટે કોનો સંપર્ક કરો

જે ખેડૂતો બાગાયત ખાતાની પપૈયાની ખેતી માટેની સહાય યોજનાનો લાભ લેવા માંગતા હોય અને કોઈ વધુ માહિતી મેળવવા માંગતા હોય તે http://ikhedut.gujarat.gov.in  પર મુલાકાત લઈ શકે છે.

બાગાયત ખાતાની વિવિધ યોજનાનો લાભ લેવા કયા પૂરાવાની પડશે જરૂર

  • 7-12નો ઉતારો
  • 8-અની નકલ
  • આધાર કાર્ડ
  • બેંક પાસબુક
  • રજિસ્ટર્ડ મોબાઈલ નંબર

બાગાયત સબસિડી યોજનાની અરજી કર્યા બાદ પ્રિંટ સાત દિવસમાં બાગાયત અધિકારીને જમા કરાવવાની રહે છે.


પ્રાકૃતિક ખેતીમાં ખેડૂતના સૌથી મોટા મિત્ર છે આ જંતુ, ઓળખાય છે ખેડૂતના કુદરતી હળ તરીકે

ઉત્પાદનમાં વધારો કરવાના હેતુથી ખેડૂતો ખેતરમાં આડેધડ રાસાયણિક ખાતરો છાંટતા હોય છે. જેના કારણે ધીમે ધીમે જમીનની ફળદ્રુપતા ઘટતી જાય છે. રાસાયણિક ખાતર કે જંતુનાશક દવાના વધારે પડતાં ઉપયોગથી અળસિયાની સંખ્યા ઓછી થઈ જાય છે અને તેની અસર ખેડૂતોના પાક પર થાય છે.  અળસિયા ખેડૂતો માટે કુદરત તરફથી એક મહામૂલી દેન છે. આજે પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂતોની જમીનમાં અળસિયાનું પ્રમાણ વધારે જોવા મળી રહ્યું છે. અળસિયાને ખેડૂતનું કુદરતી હળ તરીકે ઓળખવામાં આવે છે. ઘણા લોકો તેને ખેડૂતનો સાચો મિત્ર પણ માને છે. સામાન્ય રીતે અળસિયાના શરીરનો આગળનો છેડો અણીદાર અને પાછળનો છેડો બુઠ્ઠો હોય છે. અળસિયાને હાડકા, પગ, આંખ કે કાન હોતા નથી. અળસિયાના જીવનકૃમમાં ઇંડા, અવસ્થા, બાલ્યાવસ્થા અને પુખ્ત અવસ્થા હોય છે. તેને ઠંડક વધારે પસંદ હોય છાંયડામાં જયાં ભેજ હોય ત્યાં અળસિયાની હાજરી જોવા મળે છે.

અળસિયાને પોતાનો ખોરાક શોધવાનો હોવાથી તેમજ પ્રજનન માટે જમીનમાં સતત હલનચલન કરતા જ રહે છે. એક અળસિયુ દિવસમાં 8 થી 10 વખત જમીનની ઉપર આવે છે. આમ દિવસમાં 16થી 20 કાણા પડે છે. જેથી જમીનનું ઉપરનું પડ કુદરતી રીતે ખેડાઇને છિદ્રાળુ બને છે. પરિણામે જમીનમાં હવાની અવરજવર વધે છે. જેથી જમીનની ભેજધારણ કરવાની શક્તિ વધે છે. કારણ કે સેન્દ્રિય પ્રદાર્થ બધી માટીમાં સરખા પ્રમાણમાં ભળી જાય છે.

 

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.