એશિયા કપમાં સૂર્યકુમાર યાદવ પાસે બાબર આઝમને પાછળ છોડવાની મોટી તક

[og_img]

  • ICC T20 રેન્કિંગમાં નંબર વન બેટ્સમેન બનવાની તક
  • શાનદાર ફોર્મ ચાલુ રહેશે તો બાબરને પાછળ છોડી દેશે
  • માત્ર 23 T20માં 175નો સ્ટ્રાઈક રેટ, ICC રેન્કિંગમાં બીજા સ્થાને

ભારતના સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવ પાસે ICC T20 રેન્કિંગમાં નંબર વન બેટ્સમેન બનવાની તક છે. જો તે એશિયા કપમાં પણ તેનું શાનદાર ફોર્મ ચાલુ રાખશે તો તે બાબરને પાછળ છોડી દેશે.

બાબર આઝમને પાછળ છોડવાની તક

ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન સૂર્યુકમાર યાદવ તેના જોરદાર પ્રદર્શનને કારણે સફેદ બોલ ક્રિકેટમાં ભારતીય ટીમનો મહત્વનો સભ્ય બની ગયો છે. જો કે સૂર્યકુમારને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કરવા માટે થોડી રાહ જોવી પડી હતી, પરંતુ એક વખત ટીમની પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મેળવ્યા બાદ સૂર્યકુમારે પાછું વળીને જોયું નથી અને ટીમને ઘણી મેચો જીતવામાં મદદ કરી છે. આગામી એશિયા કપમાં પણ ટીમને સૂર્યકુમાર યાદવ પાસેથી આવા ઘણા મજબૂત પ્રદર્શનની અપેક્ષા રહેશે.

માત્ર 23 T20માં ICC રેન્કિંગમાં બીજા સ્થાને

સૂર્યકુમાર ભારત માટે કેટલો મહત્વનો બની ગયો છે, તેનો અંદાજ તેના પ્રદર્શનને જોઈને લગાવી શકાય છે. માત્ર 23 T20 મેચ રમનાર સૂર્યકુમાર ICC રેન્કિંગમાં બીજા સ્થાને પહોંચી ગયો છે. તેનો સ્ટ્રાઈક રેટ T20 રમતા અન્ય ખેલાડીઓ કરતા સારો છે. T20માં તેનો સ્ટ્રાઈક રેટ 175.45 છે.

વિશ્વના નંબર વન T20 બેટ્સમેન બનવાની તક

હવે તે યુએઈમાં યોજાનારી એશિયા કપની આગામી આવૃત્તિમાં ભાગ લેવા માટે તૈયાર છે. યાદવ પાસે પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમને પછાડીને વિશ્વનો નંબર વન T20 બેટ્સમેન બનવાની પણ તક છે. પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમ T20માં શ્રેષ્ઠ બેટ્સમેનોમાંના એક છે. તે 818 રેટિંગ સાથે ICC T20 ઇન્ટરનેશનલ રેન્કિંગમાં ટોચના બેટ્સમેન છે, જ્યારે 805 રેટિંગ સાથે ભારતના સૂર્યકુમાર યાદવ પાસે આગામી એશિયા કપમાં પ્રથમ સ્થાન માટે બાબરને પાછળ છોડી દેવાની તક હશે.

સૂર્યકુમાર યાદવ શાનદાર ફોર્મમાં

ગયા મહિને જ સૂર્યકુમાર યાદવે T20માં મોટી સિદ્ધિ મેળવી હતી. T20I માં સદી ફટકારનાર KL રાહુલ, સુરેશ રૈના, દીપક હુડા અને રોહિત શર્મા પછી તે પાંચમો ભારતીય બેટ્સમેન બન્યો હતો. જમણા હાથના બેટ્સમેને ઈંગ્લેન્ડ સામે નોટિંગહામમાં રમાયેલી ત્રીજી T20 મેચ દરમિયાન આ સિદ્ધિ મેળવી હતી. સૂર્યકુમાર યાદવે ભારત માટે 23 T20 મેચમાં 175ના સ્ટ્રાઈક રેટથી 672 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે એક સદી અને 5 અડધી સદી ફટકારી છે.

أحدث أقدم