ભાવનગર કલેકટરના અધ્યક્ષસ્થાને સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ | Coordination and Grievance Committee meeting was held under the chairmanship of Bhavnagar Collector

ભાવનગર6 મિનિટ પહેલા

  • કૉપી લિંક

જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડેના અધ્યક્ષસ્થાને આજે ભાવનગર જિલ્લા સંકલન તેમજ ફરિયાદ સમિતિની બેઠક મળી હતી. ભાવનગર જિલ્લાની સંકલન અને ફરિયાદ સમિતિની બેઠકમાં ગારિયાધારના ધારાસભ્ય કેશુભાઇ નાકરાણીએ રજૂ કરેલાં આરોગ્ય, પાણીની વ્યવસ્થા, જમીન માપણી, રોડ, રસ્તાઓ, વિજળી, બાંધકામ વગેરે બાબતોને લગતાં પ્રશ્નોની જિલ્લા કલેક્ટરશ્રી યોગેશ નિરગુડેએ સંબંધિત અધિકારીઓને જરૂરી તપાસ કરી, સત્વરે વિગતવાર અહેવાલ રજૂ કરવા સૂચના આપી હતી.

પ્રશ્નો સામાન્ય નાગરિકો સાથે સીધી રીતે જોડાયેલાં હોય
જિલ્લા કલેક્ટરે , માનવીય દ્રષ્ટિકોણથી વિવિધ વિભાગો પરસ્પરના સંકલન અને સહકારથી પ્રજાના પ્રશ્નોને અગ્રતા આપી તેનો સત્વરે ઉકેલ લાવે તેવો અનુરોધ કરતાં તેમણે રોડ, રસ્તા, ગટર, પાણી વગેરે જેવાં પ્રશ્નો સામાન્ય નાગરિકો સાથે સીધી રીતે જોડાયેલાં હોય છે, ત્યારે તેનો ઝડપથી અને સકારાત્મક ઉકેલ આવે તે જરૂરી છે. આ કામોમાં ઝડપ લાવવી સત્વરે પૂર્ણ કરવા માટે તેમણે ઉપસ્થિત અધિકારીઓને સૂચના પણ આપી હતી.

કર્મચારીઓ હકારાત્મકતાથી કાર્ય કરે તેવી અપેક્ષા
આ માટે ટેન્ડરીંગની પ્રક્રિયા ઝડપથી પતાવી સત્વરે કામ શરૂ થઇ જાય અને તે કામ ઝડપથી પૂરા થાય તે અંગેની તકેદારી રાખવાં પણ અધિકારીઓને માર્ગદર્શન આપી અધિકારીઓ- કર્મચારીઓ હકારાત્મકતાથી કાર્ય કરે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી. કલેક્ટરએ માહિતી અને પ્રસારણ વિભાગના બાકી બીલોની ઝડપથી ચૂકવણી થઇ જાય, બહુમાળી ભવનમાં સફાઇ અને સ્વચ્છતા જળવાય તેમજ નકામા વાહનોના નિકાલ કરવાની સૂચના પણ આ બેઠકમાં આપી હતી.

પ્રશ્નો પરત્વે વિશેષ લક્ષ્ય કેન્દ્રિત
ભાવનગર જિલ્લા સંકલન તેમજ ફરિયાદ સમિતિની બેઠકમાં પદાધિકારીઓ તરફથી રજૂ થયેલા પ્રશ્નોની સમીક્ષા કરતાં કલેક્ટર દ્વારા જનપ્રતિનિધિઓના પ્રશ્નો પરત્વે વિશેષ લક્ષ્ય કેન્દ્રિત કરી, સમય મર્યાદામાં તે પ્રશ્નોનો નિકાલ લાવવાં ઉપસ્થિત અધિકારીઓને તાકીદ કરી હતી. આ બેઠકમાં કલેકટરે તમામ કચેરીઓના વડાઓને દર માસે ATR (એક્શન ટેકન રિપોર્ટ) તેમજ પડતર પ્રશ્નોનાં નિકાલ અંગે કરેલ કામગીરીનો અહેવાલ રજૂ કરવાની પણ સૂચના આપી હતી.

ભાવનગર જિલ્લા સેવા સદનનાં આયોજન ખંડમાં યોજાયેલી જિલ્લા સંકલન તેમજ ફરિયાદ સમિતિની આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ ડો. પ્રશાંત જિલોવા, નિવાસી અધિક કલેક્ટર બી.જે.પટેલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જયશ્રીબેન જરૂ, નાયબ જિલ્લા પોલીસ વડા ડી.ડી. ચૌધરી, પ્રાંત અધિકારીઓ સહિતનાં જિલ્લા- તાલુકાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે…
أحدث أقدم