Tuesday, August 2, 2022

જમ્મુ-કાશ્મીરના રામબન જિલ્લામાં પોલીસ ચોકી પાસે વિસ્ફોટ, એલર્ટ જાહેર

  • બાબા અમરનાથની યાત્રા રામબનમાંથી પસાર થાય છે
  • હાઈવેને અડીને આવેલી તમામ ચોકીઓના જવાનોને સતર્ક રહેવા માટે કહેવામાં આવ્યું
  • કહેવામાં આવી રહ્યું છે કે આ ગ્રેનેડ બ્લાસ્ટ છે.

જમ્મુ-કાશ્મીરના રામબન જિલ્લામાં પોલીસ ચોકી પાસે વિસ્ફોટ થયો હતો. બ્લાસ્ટ બાદ પોલીસે એલર્ટ જાહેર કરી દીધું છે. હાઈવેને અડીને આવેલી તમામ ચોકીઓના જવાનોને સતર્ક રહેવા માટે કહેવામાં આવ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ગ્રેનેડ બ્લાસ્ટ છે. જમ્મુ ઝોનના ADGP મુકેશ સિંહના જણાવ્યા અનુસાર, તેમને એક પત્ર મળ્યો છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે આ બ્લાસ્ટ જમ્મુ કાશ્મીર ગઝનવી ફોર્સ (JKGF) દ્વારા કરવામાં આવ્યો હતો. આ એક આતંકવાદી સંગઠન છે. હાલ એસઓજી અને આર્મીની ટીમ સર્ચ ઓપરેશન ચલાવી રહી છે.

જણાવી દઈએ કે બાબા અમરનાથની યાત્રા રામબનમાંથી પસાર થાય છે. આ વિસ્ફોટ રામબન જિલ્લાના ગુલ વિસ્તારમાં થયો હતો. અહીં પોલીસ ચોકીની બહારની દિવાલ છે. વિસ્ટોફને કારણે થયેલા નુકસાનની રકમ હાલમાં આપવામાં આવી નથી.સુરક્ષા એજન્સીઓને આશંકા છે કે આતંકવાદીઓ અમરનાથ યાત્રા પર જઈ રહેલા શ્રદ્ધાળુઓને નિશાન બનાવવાનો પ્રયાસ કરી રહ્યા હોઈ શકે છે.

ગયા મહિને, સુરક્ષા દળોએ જમ્મુ અને કાશ્મીરના રામબન જિલ્લામાં આતંકવાદીઓના શંકાસ્પદ છુપાયેલા ઠેકાણાનો પર્દાફાશ કર્યો હતો અને દારૂગોળો અને વિસ્ફોટકો જપ્ત કર્યા હતા. રાષ્ટ્રીય રાઈફલ્સ અને પોલીસે બનિહાલમાં બુઝલા-ખારી વિસ્તારના ઊંચાઈવાળા વિસ્તારોમાં સંયુક્ત સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું, જેના કારણે ઠેકાણાની શોધ થઈ હતી.

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.