બૂટલેગર પિન્ટુ કહે છે, 'ગઢવી’ને હપતો આપું છું, ગુજરાત બોર્ડરમાં પ્રવેશ્યા બાદ જિલ્લા પોલીસને 'ખુશ’ તો કરવી જ પડે | Bootlegger Pintu says, Giving installment to Gadhvi, district police must be pleased after entering Gujarat border

  • ગુજરાતી સમાચાર
  • Dvb મૂળ
  • બુટલેગર પિન્ટુએ કહ્યું, ગઢવીને હપ્તા આપીને, ગુજરાતની સરહદમાં પ્રવેશ્યા પછી જિલ્લા પોલીસ રાજી થશે

ગાંધીનગર2 કલાક પહેલાલેખક: નિર્મલ દવે

બરવાળા લઠ્ઠાકાંડ બાદ રહી રહીને જાગેલી પોલીસ હવે બૂટલેગરો પર સકંજો કસવા લાગી છે. તાજેતરમાં 200 કરોડનું ટર્નઓવર ધરાવતા બૂટલેગર ગોરખ ઉર્ફે પિન્ટુ ગડરીની મુંબઈ એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી છે. બૂટલેગર પિન્ટુ અને તેના ગુજરાતના નેટવર્કનો પર્દાફાશ કરવા માટે હવે સ્ટેટ મોનિટરિંગ સેલ તબક્કાવાર આગળ વધી રહી છે. પિન્ટુ ભીમરાવ ગડરીની સ્ટેટ મોનિટરિંગ સેલ કડક પૂછપરછ કરી રહી છે. પ્રાથમિક રીતે સામે આવેલી પૂછપરછમાં તેના પર પોલીસ અધિકારીઓના ચાર હાથ હોવાનું સામે આવ્યું છે.

બૂટલેગર પિન્ટુને માંડવી કોર્ટમાં રજૂ કર્યો, 3 ઓગસ્ટ સુધી રિમાન્ડ પર
મહારાષ્ટ્રના નવાપુર, નંદુબાર ખાતેથી મોટે પાયે ગુજરાત રાજ્યમાં ભારતીય બનાવટનો વિદેશી દારુના જથ્થાને સપ્લાય કરનારા લિસ્ટેડ બૂટલેગર ગોરખ ઉર્ફે પિન્ટુ ભીમરાવ ગડરીની ધરપકડ બાદ સુરત જિલ્લાની માંડવી કોર્ટમાં રજૂ કરવામાં આવતાં કોર્ટે પિન્ટુના 3 ઓગસ્ટ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post