Monday, August 1, 2022

અમદાવાદમાં 1 વર્ષમાં 9 હજાર વિદ્યાર્થીનું સરકારી સ્કૂલમાં એડમિશન, દીવાન બલ્લુભાઈ-પંચામૃત સહિતની ખાનગી સ્કૂલને બાય-બાય કર્યું | 9 thousand students took admission in government schools in one year in Ahmedabad

અમદાવાદ2 કલાક પહેલાલેખક: આનંદ મોદી

ખાનગી સ્કૂલની શરૂઆત થતાં જ ગ્રાન્ટેડ અને સરકારી સ્કૂલનું મૂલ્ય ઘટવા લાગ્યું હતું, પરંતુ છેલ્લા સમયથી રિવર્સ ટ્રેન્ડ શરૂ થયો છે. હવે ખાનગી સ્કૂલમાંથી ડ્રોપ આઉટ આંકડો વધવા લાગ્યો છે. હવે વાલીઓ તેમનાં સંતાનોને ખાનગી સ્કૂલમાંથી સરકારી સ્કૂલમાં દાખલ કરવા લાગ્યા છે. અમદાવાદમાં છેલ્લાં 9 વર્ષમાં ધોરણ 2થી 8 સુધીમાં 60,000 કરતાં વધુ વિદ્યાર્થીઓએ ખાનગી સ્કૂલ છોડી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સરકારી સ્કૂલમાં એડમિશન લીધું છે.

ખાનગી સ્કૂલોમાં હજારો-લાખો રૂપિયા ફી લઈને વિદ્યાર્થીઓને ભણાવવામાં આવે છે. આ ઉપરાંત અલગ અલગ એક્ટિવિટીના નામે પણ વાલી પાસેથી પૈસા લેવામાં આવે છે. આમ છતાં યોગ્ય શિક્ષણ ના મળવાની વાલીઓની ફરિયાદ છે અને વાલીઓ આ કારણે જ બાળકને ખાનગી સ્કૂલમાંથી સરકારી સ્કૂલમાં ભણવા મૂકી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે…

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.