ડેડીયાપાડા ગ્રામ પંચાયત કર્મચારીની આત્મહત્યા પર BTP અને BJP સામસામે; પોલીસે બે ફરિયાદ નોંધી | BTP and BJP clash over Dedyapada Gram Panchayat employee's suicide; Police registered two complaints

નર્મદા (રાજપીપળા)એક કલાક પહેલા

  • કૉપી લિંક
  • ડેડીયાપાડા પોલીસે પહેલા BTPના ચૈતર વસાવા વિરૂદ્ધ ફરિયાદ નોંધી જયારે મૃતકની પત્નીએ સરપંચના પતિ અને દીકરા સામે ફરિયાદ નોંધાવી

નર્મદા જિલ્લાના ડેડીયાપાડા ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા શંકર સોનજી વસાવાએ અચાનક ઝેરી દવા ગટગટાવી આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે. આ મામલે ડેડીયાપાડા પોલીસ મથકમાં ગુજરાત પ્રદેશ બી.ટી.પી કાર્યકારી અધ્યક્ષ ચૈતર વસાવા વિરૂદ્ધ આત્મહત્યા માટે દુષ્પ્રેરણા આપવા બદલ ફરિયાદ નોંધાઈ છે. બીજી બાજુ મૃતકની પત્નીએ પોતાનાં પતિને આત્મહત્યા કરવા મજબૂર કરવા માટે ડેડીયાપાડા મહિલા સરપંચ ભાજપના જિલ્લા પંચાયત સભ્ય હિતેશ વસાવા અને એમના પિતા દીવાલ વસાવા વિરૂદ્ધ આક્ષેપ લગાવ્યો છે. ત્યારે ડેડીયાપાડા પોલીસે પહેલા ચૈતર વસાવા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધી પરંતુ જયારે મૃતકના પરિવાર તેમની પત્ની જાતે પોલીસ સ્ટેશન બહાર ધરણા કરી ભાજપના સભ્ય વિરુદ્ધ ફરિયાદ નોંધવાની માંગ કરતા ડેડીયાપાડા પોલીસે સરપંચ ના પુત્ર અને જિલ્લા પંચાયત સભ્ય હિતેશ વસાવા અને દીવાલ વસાવા વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

પોલીસે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી
ડેડીયાપાડામાં લગાવાયેલા રાજકીય પક્ષના ઝંડાઓ પંચાયતના આદેશથી ઉતારી લેવાયા હતા. આ આત્મહત્યા મામલે ડેડીયાપાડાના મહિલા સરપંચ વર્ષાબેન દેવજીભાઈ વસાવાએ આત્મહત્યા કરનાર શંકર સોનજી વસાવાને ઝંડીઓ ઉતારી લેવા બાબતે BTP ચૈતર વસાવાએ ધાક ધમકી આપતા એણે ગભરાઈને ઝેરી દવા ગટગટાવી આત્મહત્યા કરી હોવાની ફરિયાદ પોલીસ મથકમા નોંધાવી હતી.

મરતા પહેલા કહ્યું હતું મારી પાસે ખોટા કામ કરાવાય છે- મૃતકના પત્ની
​​​​​​​બીજે દિવસે મૃતકની પત્ની ગીરજાબેન શંકરભાઈ વસાવાએ ડેડીયાપાડા પોલીસ મથકમાં લેખિત ફરિયાદ આપી છે કે “મારા પતિને દીવાલ શેઠે પંચાયત કચેરીએ બોલાવ્યો હતો. પતિ ઘરે પરત આવતા મને જણાવ્યું કે મારી પાસે ખોટા કામો કરવાય છે, જો ના પાડીએ તો નોકરીમાંથી કાઢી નાખવાની ધમકીઓ આપે છે, જેથી મારા પતિ ભારે માનસિક તાણમા રેહતા હતાં. 27મી તારીખે માનસિક તાણ અનુભવતા ડેડીયાપાડા પંચાયતના કર્મચારી શંકર વસાવાએ ઝેરી દવા ગટગટાવી લેતાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું. જે ફરિયાદના આધારે જિલ્લા પંચાયતના ભાજપના સદસ્ય હિતેશ વસાવા અને તેના પિતા દીવાલ વસાવા વિરુદ્ધ પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે પોલીસે પણ હાલ મુશ્કેલીમાં મુકાઈ છે મહિલા સરપંચની ફરિયાદ સાચી કે મૃતકની પત્નીની ફરિયાદ સાચી જોકે પોલીસ તપાસ માં હકીકત બહાર આવશે.

ના

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post