Monday, August 1, 2022

શિવાલયોમાં ભક્તોની ભીડ જામી; શિવ ભક્તોએ શિવલીંગ પર અભિષેક કરી દાદાને રિઝવવાનો પ્રયાસ કર્યો | Devotees thronged the temples; Shiva devotees tried to appease Dada by anointing the Shiv Linga


બોટાદએક કલાક પહેલા

શ્રવણ મહિનો એટલે શિવનો મહિનો. નાના-મોટા તમામ શિવાલયોમાં આખો મહિનો શિવ ભક્તો દ્રારા મહાદેવની પૂજા અર્ચના તેમજ અભિષેક કરી મહાદેવને રીઝવવા સાથે આશીર્વાદ લેતા હરિભક્તોની ભીડ જોવા મળે છે. જ્યારે આજે શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે દરેક નાના મોટા શિવાલયોમાં વહેલી સવારથી જ ભક્તોની જોવા મળી છે. શિવભક્તો દ્વારા પણ મહાદેવને બે હાથ જોડી પ્રાર્થના સાથે શિવલિંગ પર દૂધ,જળ તેમજ બીલીપત્રોનો અભિષેક કરી મહાદેવને રિઝવી પોતાની મનોકામના પૂર્ણ થાય તેવા આર્શીવાદ મેળવતા હોય તેવું શિવાલયોમાં જોવા મળે છે.

બોટાદ ના ભાવનગર રોડ ખાતે આવેલ રામેશ્વર મહાદેવ મંદિર ખાતે સોસાયટીના રહીશો દ્વારા આવનાર તમામ ભક્તો શિવ પૂજા કરી શિવલિંગ પર અભિષેક કરી શકે તે પ્રમાણેનું સંપૂર્ણ આયોજન તેમજ વ્યવસ્થા ઉભી કરવામાં આવેલ છે. તો શિવને રિઝવવા વહેલી સવારથી જ મહિલાઓ સહિત શિવાલયોમાં મહાદેવની પૂજા કરતા લોકો નજરે પડે છે.

અન્ય સમાચારો પણ છે…

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.