સર્વોદય નગર કથિત મંદિર ડીમોલિશનમાં વિવાદને રાજકીય રંગ લાગ્યો. આમ આદમી પાર્ટી બાદ હવે કોંગ્રેસે પણ ઝંપલાવ્યું | The controversy over the alleged temple demolition in Sarvodaya Nagar took a political colour. After the Aam Aadmi Party, now the Congress also jumped in

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • The Controversy Over The Alleged Temple Demolition In Sarvodaya Nagar Took A Political Colour. After The Aam Aadmi Party, Now The Congress Also Jumped In

નવસારી16 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • આપ’ બાદ કોંગ્રેસ પણ સ્થાનિકોના પડખે
  • મંદિર રસ્તાની જગ્યાએ હંગામી ધોરણે બન્યું હોવાનો દાવો જમીન માલિકે કર્યો હતો

નવસારી શહેરના જમાલપુર ખાતે આવેલી સર્વોદય નગર સોસાયટીમાંથી પસાર થનારા રસ્તા ઉપર સ્થાનિકો દ્વારા મંદિર તાણી દેવાયું હતું. જેને પગલે બિલ્ડર દ્વારા કથિત મંદિર જ્યાં બંધાયું હતું ત્યાંથી તેમનો રસ્તો મળ્યો હોવાનો દાવો કરતા સ્થાનિકો વચ્ચે સમાધાન ન થતા આખરે નુંડા પાસે સમગ્ર ફરિયાદ થતા નુડાએ બંને પાસાઓનું નિરીક્ષણ કર્યા બાદ મંદિરને ગેરકાયદેસર ઘોષિત કરતા પોલીસ બંદોબસ્ત સાથે મંદિર ડિમોલિશ કરવામાં આવ્યું હતું. જ્યાં સ્થાનિકો મહિલાઓ સહિત તંત્ર વચ્ચે ઘર્ષણ થતા દબાણ દૂર થવાના વિવાદે જન્મ લીધો હતો.

આ સમગ્ર વિવાદમાં વિપક્ષી પક્ષોએ રાજકીય લાભ લેવા માટે ઝપલાવ્યું હતું. જેમાં આમ આદમી બાદ હવે કોંગ્રેસ પક્ષ પણ સક્રિય રીતે આ મુદ્દામાં સ્થાનિકો પક્ષે આવીને ભાજપ તેમજ વહીવટી તંત્ર પર દબાણ લાવવાનો પ્રયત્ન કરી રહી છે.આ સમગ્ર મુદ્દા ને લઈને સ્થાનિકો દ્વારા મંદિર સંઘર્ષ સમિતિ બનાવવામાં આવી છે જેમાં આવતીકાલે એક સભાનું આયોજન ફુવારા ખાતે કરવામાં આવ્યું છે અને તેમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ ઠાકોર પ્રભારી મંત્રી રઘુ શર્મા અને વિપક્ષ નેતા સુખરામભાઈ રાઠવા સહિત વાંસદાનાં ધારાસભ્ય આનંત પટેલ પણ હાજર રહેશે.

આ સમગ્ર મુદ્દાને લઈને ભૂતકાળમાં આમ આદમી કોંગ્રેસ અને સ્થાનિકો દ્વારા એક રેલીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું ત્યારે હવે ફરીવાર કોંગ્રેસ પણ આ મુદ્દાને લઈને સ્થાનિકોને ન્યાય આપાવવા માટે મેદાનમાં ઉતરી છે.આ સમગ્ર મુદ્દો એક બિલ્ડર અને સ્થાનિકો વચ્ચે માર્ગ આપવા બાબત નો હતો પણ વિવાદ વધતા સ્થાનિકો દ્વારા દબાણ બાબતે કોર્ટ કેસની કાર્યવાહી પણ કરી છે તેવામાં રાજકીય પાર્ટીઓ આ સમગ્ર મુદ્દા ને લઈને પોત પોતાની રીતે મંતવ્યો પ્રગટ કરી રહી છે તો ભૂતકાળમાં બિલ્ડર દ્વારા પણ પત્રકાર પરિષદ યોજીને પોતાનો પક્ષ મૂક્યો હતો અને સાચા હોવાની માહિતી આપી હતી ત્યારે આગામી વિધાનસભા ચૂંટણીને લઈને દરેક રાજકીય પાર્ટી મંદિર ડિમોલિશનના સળગતા મુદ્દાને લઈને રાજકીય લાભ ખાવા માટે પ્રયત્નશીલ બની છે.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post