India vs Hong Kong T20 Asia Cup 2022: ભારતે 193 રનનુ લક્ષ્ય રાખ્યુ, વિરાટ કોહલીની અડધી સદી, સૂર્યકુમારની તોફાની રમત | India vs Hong Kong T20 Asia Cup 2022 1st innings Report IND Vs HK Today Match Full Scorecard in Gujarati

India vs Hong Kong, Asia Cup 2022 1st Inning Report Today: વિરાટ કોહલી અને સૂર્યકુમાર યાદવે સારી ભાગીદારી નોંધાવી હતી અને બંનેએ અંતમાં ભારતીય સ્કોર બોર્ડને ઝડપથી આગળ વધારવા પ્રયાસ કર્યો હતો.

India vs Hong Kong T20 Asia Cup 2022: ભારતે 193 રનનુ લક્ષ્ય રાખ્યુ, વિરાટ કોહલીની અડધી સદી, સૂર્યકુમારની તોફાની રમત

Virat kohli અને Suryakumar એ શાનદાર ભાગીદારી નોંધાવી

એશિયા કપ 2022 માં ભારતીય ટીમ (Indian Cricket Team) ને બીજી મેચમાં હોંગ કોંગનો સામનો થઈ રહ્યો છે. દુબઈ આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમાં રમાઈ રહેલી મેચમાં હોંગ કોંગના કેપ્ટન નિઝાકત ખાને ટોસ જીતીને ભારતીય ટીમને પ્રથમ બેટીંગ કરવા માટે રોહિત શર્માને નિમંત્રણ આપ્યુ હતુ. ભારતની શરુઆત ધીમી રહી હતી અને કેપ્ટન રોહિત શર્માની વિકેટ પણ ઝડપથી ગુમાવી હતી. રોહિતે આઉટ થવા અગાઉ છગ્ગો અને ચોગ્ગો જમાવીને આક્રમક રમતની શરુઆત કરી ત્યાં જ તે આઉટ થઈને પરત ફર્યો હતો. વિરાટ કોહલી (Virat Kohli) અને સૂર્યકુમાર યાદવે (Suryakumar Yadav) બંનેએ અડધી સદી નોંધાવતી રમત રમી હતી. ભારતે 20 ઓવરમાં 192 રન 2 વિકેટ ગુમાવીને નોંધાવ્યા હતા.

વિરાટ કોહલીના બેટે લાંબા સમય બાદ પાવર બતાવ્યો હતો. કોહલી આજે તાકાત વાળા શોટ લગાવીને દર્શકોની વાહ વાહી વારંવાર મેળવી રહ્યો હતો. તેણે છગ્ગા પણ જમાવ્યા હતા. કોહલીએ તેના ટી20 કરિયરની 31મી અડધી સદી નોંધાવી હતી. આ સાથે જ તેનામાં આત્મવિશ્વાસનો વધારો જોવા મળી રહ્યો હતો. કોહલી માટે આ ઈનીંગ ખૂબ જ મહત્વની લાગી રહી છે. તે ક્રિઝ પર આવવા સાથે જ અલગ જ મૂડમાં દેખાઈ રહ્યો હતો અને એ મૂડ તેણે બેટ ચલાવીને બતાવ્યો હતો.

સૂર્યકુમારે પણ ક્રિઝ પર પગ રાખવા સાથે જ આક્રમક રમત શરુ કરી દીધી હતી. તેણે આવવા સાથે જ બાઉન્ડરી ફટકારવાની શરુઆત કરી હતી. તેણે ચોગ્ગા અને છગ્ગા ઈનીંગ દરમિયાન ફટકારીને દર્શકોના રોમાંચને વધારી દીધો હતો. વિરાટ કોહલી અને સૂર્યા વચ્ચે શાનદાર ભાગીદારી રમત રમી હતી.

Previous Post Next Post