રાજસ્થાનના જાલોરમાં દલિત બાળકના મોત મામલે પાટણમાં દલિત સમાજે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું | Dalit society in Patan sent a complaint letter to the collector regarding the death of a Dalit child in Rajasthan's Jalore.

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Dalit Society In Patan Sent A Complaint Letter To The Collector Regarding The Death Of A Dalit Child In Rajasthan’s Jalore.

પાટણ12 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • દલિત સમાજે સૂત્રોચ્ચાર કરી બાળકના પરિવારને ન્યાય અપાવવાની માગ કરી

રાજસ્થાનના જાલોરના સુરાણા ગામે સરસ્વતી વિદ્યા મંદિરમાં અભ્યાસ કરતા 9 વર્ષના ઈન્દ્ર મેધવાલ નામના વિદ્યાર્થીને શાળાના માટલામાંથી પાણી પીવા બાબતે શાળાનાં આચાર્યએ માર માર્યો હતો જેથી તેનું મોત થયું હતું. આ ઘટનાના પડઘા સમગ્ર દેશમાં પડ્યા છે. ત્યારે પાટણમાં દલિત સમાજના આગેવાનોએ મૃતક બાળકના પરિવારજનોને ન્યાય મળે તે માટેની માગ સાથે કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું હતું.

માસુમના હત્યારાને ફાંસી આપો જેવા સૂત્રોચ્ચાર કર્યા
આ ઘટના મામલે મંગળવારના રોજ પાટણ કલેક્ટર કચેરી ખાતે દલિત સમાજના આગેવાનો દ્વારા વિરોધ પ્રદર્શન કરી બાળકનેને ન્યાય આપો, આભડછેટ નાબૂદ કરો, જાતિવાદ નાબૂદ કરો, માસુમના હત્યારાને ફાંસી આપો જેવાં સૂત્રોચ્ચાર કરી પાટણ કલેક્ટર મારફત રાજસ્થાનના મુખ્યમંત્રી અને દેશના મહામહિમ રાષ્ટ્રપતિને ઉદ્દેશી આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી.
આ આવેદનપત્રના કાર્યક્રમમાં નવ સર્જન ટ્રસ્ટ પાટણના નરેન્દ્રભાઇ એમ પરમાર, મહેશભાઇ ઝાલા, મૌલિક મેતીયા, આનંદ ચૌહાણ, નિમિષાબેન પરમાર,હર્ષદ ભાઈ વર્મા,સુનીલ રાજગોર, ધનાભાઈ પરમાર, નવિનભાઇ, જયંતિભાઈ પરમાર સહીત મોટી સંખ્યામાં પાટણ શહેર અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારો નાં દલિત સમાજના આગેવાનો યુવાનો હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે…
أحدث أقدم