પોરબંદરના બોખીરામાંથી વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા કરાઈ | Drainage of rain water from Bokhira of Porbandar was arranged

પોરબંદર5 કલાક પહેલા

  • કૉપી લિંક

પોરબંદરના બોખીરા માંથી વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા કરાઈ છે. ભાજપના પ્રમુખની ટીમ દ્વારા કામગીરી કરાતા ચોમાસા દરમિયાન વરસાદી પાણીના ભરાવાથી મચ્છરજન્ય રોકચાળો ફેલાતો અટકવાથી સ્થાનિકોએ કામગીરીને આવકારી છે.

પોરબંદરમાં ચોમાસાની સિઝન દરમિયાન સતત વરસાદ પડતો હોય અને શહેરના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતું હોય છે. વરસાદી પાણી ભરાતું હોવાથી ચોમાસામાં પાણી ભરાવાથી રોગચાળાનો ભય રહે છે, ત્યારે શહેરના બોખીરા વિસ્તારમાં પાણીનો ભરાવો થાય છે, જેના પરિણામે જિલ્લા યુવા ભાજપના પૂર્વ પ્રમુખ અજયભાઈ બાપોદરા અને તેમની ટીમ દ્વારા વરસાદી પાણીના નિકાલ માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. વરસાદી પાણીના નિકાલની કામગીરી કરાતા અહીં મચ્છરજન્ય રોગચાળો અટકવાથી સ્થાનિકોએ પણ અજયભાઈ બાપોદરાના કામને આવકાર્યુ હતું.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post