Monday, August 1, 2022

ત્રિમંદિર પાસે પુરાવા વગરના 1.60 લાખ સાથે 2 ઝડપાયા | 2 caught with 1.60 lakhs without evidence near Trimandir

ભુજ5 કલાક પહેલા

  • કૉપી લિંક
  • ખાવડાના શખ્સોએ રૂપિયા મુદ્દે કર્યા હતા ગલ્લાતલ્લા

એલસીબીએ ત્રીમંદિર થી રઘુવંશી ચાર રસ્તા તરફ જતા માર્ગ પર વોચ ગોઠવીને 2 ઈસમોને ઝડપી પાડયા હતા જેઓ પાસેથી આઘાર પુરાવા વગરના રોકડા રૂ.1.60 લાખ મળી આવ્યા છે. એલસીબી પીઆઇ હાર્દિકસિંહ ગોહિલે જણાવ્યું કે,બાઇક નંબર જીજે 12 ઇબી 8361 વાળીને રોકાવી તેના પર બે સવાર 2 ઇસમોના નામ પુછતા સોહેલ ઉર્ફે સોહિલ મોમન નોડે (રહે.લુડિયા હાસમાણીવાસ ખાવડા) અને ફારૂક અલ્લાબક્ષ સમા (રહે.ધ્રોબાણા હુશેનીવાંઢ,ખાવડા)હોવાનું જણાવ્યું હતું.

જે પૈકી પાછળ બેઠેલા ઇસમના ખિસ્સા ચકાસતા રૂ.500 ના દરની 1.60 લાખની રોકડ મળી આવો હતી. જેના આધાર પુરાવા બાબતે પુછતા બંને ઈસમો ગલ્લા તલ્લા કરતા હોઇ સીઆરપીસી કલમ 41(1)(ડી) હેઠળ મુદામાલ કબ્જે કરી બંને ઇસમોની અટક કરી એ ડિવિઝન પોલીસને સોંપવામાં આવ્યા છે.રોકડ અને બાઇક મળી 2 લાખનો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે…

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.