GPSC Recruitment 2022: Online Form Filling Starts From Today For Gpsc Bharti | GPSC Recruitment 2022: ક્લાસ

GPSC Recruitment 2022: ગુજરાતમાં રાજ્ય સરકારની મોટા મોટા વિભાગમાં ક્લાસ 1 અને 2 માટે નોકરી કરવા ઇચ્છુક ઉમેદવારો માટે એક સારા સમાચાર છે. તાજેતરમાં જ ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા જાહેરાત થઇ હતી કે ક્લાસ 1 અને ક્લાસ 2 માટે ભરતી પ્રક્રિયા શરૂ કરાશે. જે આજથી શરૂ થઇ છે. જીપીએસસી દ્વારા ફરીથી વર્ગ 1 અને વર્ગ 2ના કુલ 245 પદો માટે ભરતી માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. જીપીએસીએ ચીફ ઓફિસર, આસિસ્ટન્ટ એન્જિનિયર (સિવિલ), સ્ટેટ ટેક્સ ઓફિસર, આસિસ્ટન્ટ ટેક્સ ઓફિસર, ચીફ ઓફિસર, આસિસ્ટન્ટ કમિશનર જેવી વિવિધ 245 પદો માટે ભરતી બહાર પાડી છે. પાત્રતા ધરાવતા ઉમેદવારો 09/09/2022 પહેલા ઓનલાઈન અરજી કરવાની રેહશે.

કયા કયા પદો માટે છે જગ્યાઓ – 
જીપીએસસી દ્વારા જાહેર કરેલા નોટિફિકેશન પ્રમાણે ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનમાં ચીફ ઓફિસર, આસિસ્ટન્ટ એન્જિનિયર (સિવિલ), સ્ટેટ ટેક્સ ઓફિસર, આસિસ્ટન્ટ ટેક્સ ઓફિસર, ચીફ ઓફિસર, આસિસ્ટન્ટ કમિશનરની નોકરીઓ શોધી રહેલા તમામ રસ ધરાવતા ઉમેદવારો માટે આ એક સારી તક છે.


અગત્યની નોંધ: અરજી કરતા પહેલા કૃપા કરીને ઇચ્છનીય લાયકાત, અનુભવ, ઉંમરમાં છૂટછાટ, જોબ પ્રોફાઇલ અથવા અન્ય નિયમો અને શરતો માટે અધિકૃત જાહેરાત વાંચો.

કેવી રીતે અરજી કરવી ?
– રસ ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઈટ દ્વારા ઓનલાઈન અરજી કરી શકે છે.

અરજી કરવાની છેલ્લી તારીખ શું છે ?
– છેલ્લી તારીખ 09/09/2022 છે

પસંદગી પ્રક્રિયા શું છે ? 
ઉમેદવારોની પસંદગી પ્રિલિમ/મેન્સ/ઇન્ટરવ્યૂ (GPSC નિયમો મુજબ)ના આધારે કરવામાં આવશે. પ્રાથમિક કસોટીમાં 300 ગુણમાંથી જે ગુણ મેળવેલા હશે તેના 50 ટકા ગુણભાર અને રૂબરૂ મુલાકાતના 100 ગુણમાંથી મેળવેલા ગુણના 50 ટકા ગુણભારના પ્રમાણસહ ગણતરી કરીને કુલ ગુણના આધારે કરવામાં આવેશે.

એટલે કે પ્રાથમિક કસોટી અને રૂબરૂ મુલાકાતના અનુક્રમે ગુણ 300 અને 100માંથી મેળવેલા ગુણનું 50-50 ટકા વેઈટેજ આપવામાં આવશે. પ્રાથમિક કસોટીમાં 100 ગુણના 100 પ્રશ્નો સામાન્ય અભ્યાસના તથા 200 ગુણના 200 પ્રશ્નો સંબંધિત વિષયના રહેશે.

 

Education Loan Information:
Calculate Education Loan EMI

Previous Post Next Post