કચ્છ (ભુજ )21 મિનિટ પહેલા
- કૉપી લિંક
- વન વિભાગ તાકીદે વાનરને પાંજરે પુરે એવી માગ ગ્રામજનોએ કરી
અબડાસા તાલુકાના રાયધણપર ગામે છેલ્લા ચાર દિવસથી ચડી આવેલા એક વાનરે તોફાન મચાવ્યું છે. જેથી લોકોમાં ભયની લાગણી ફેલાઇ છે. શરૂઆતમાં ગામના ઘરોની છત પર વાનર કૂદાકૂદ કરતો હતો ત્યારબાદ હવે વાનરે ઘરમાં ઘૂસી તમામ ઘરવખરીને નુકશાન કરવાનું શરૂ કરી દેતા સ્થાનિક લોકો હવે પરેશાન બન્યા છે. જેને લઈ આ વાનરને વન વિભાગ તાકીદે ઝડપી પાડે એવી માગ ગ્રામજનોએ કરી છે.
સદભાગ્યે હજુ સુધી કોઈને ઇજા પહોંચાડી નથી
આ વિશે પ્રાપ્ત માહિતી મુજબ અબડાસા તાલુકાના રાયધણપર ગામમાં આજથી ત્રણ દિવસ પૂર્વે એક વાનર જોવા મળ્યો હતો. આ વાનર શરૂઆતના દિવસોમાં તો શાંતીથી રહેતો હતો. જોકે, હવે લોકોના ઘરોમાં ઘૂસી ઘરવખરીને નુકસાન પહોંચાડતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. લોકોએ હાલ આ વાનરને પકડી જવા વન વિભાગમાં જાણ કરી હોવાનું જાણવા મળ્યું છે. અલબત્ત આ વાનર દ્વારા સદભાગ્યે હજુ સુધી કોઈને ઇજા પહોંચાડી નથી.