અમદાવાદમાં સાર્વત્રિક ધોધમાર વરસાદ, શહેરમાં ભારે વરસાદને પગલે પાણી ભરાયાં, ટ્રાફિકજામના દૃશ્યો સર્જાયા | heavy rains in Ahmedabad,inundated the city, creating scenes of traffic jams

અમદાવાદ29 મિનિટ પહેલા

અમદાવાદમાં ફરી એકવાર ધોધમાર વરસાદ શરૂ થયો છે. સાંજે 6.30 બાદ આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા હતા અને ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. ધોધમાર વરસાદના પગલે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવવાના શરૂ થયા છે. તો નિચાણવાળા વિસ્તારો અને રોડ પર પાણી ભરાયા છે. જ્યારે વરસાદી માહોલમાં ઓફિસથી ઘરે જતાં લોકોને ટ્રાફિકજામનો સામનો કરવો પડી રહ્યો છે.

ભારે વરસાદથી પાણી ભરાયા
ન્યુ રાણીપ, વૈષ્ણવદેવી સર્કલ, એસજી હાઇવે ગોતા, ચાંદખેડા, મોટેરા, સાબરમતી, રાણીપ સહિતના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. બોપલ, શીલજ, શેલા, શ્યામલ સર્કલ, પ્રહલાદનગર, એસજી હાઇવે સહિતના વિસ્તારોમાં પણ પવન સાથે ભારે વરસાદ પડયો છેસાંજના સમયે વરસાદના કારણે ઓફિસેથી ઘરે પરત ફરતા લોકો કેટલાક વિસ્તારોમાં ટ્રાફિક જામ ફસાયા છે. અમદાવાદમાં ગઈકાલથી વરસાદ પડી રહ્યો છે. આજે વહેલી સવારે પણ અનરાધાર વરસાદ શરૂ થયો હતો. વરસાદને કારણે શહેરમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયાં છે.

15 ઓગસ્ટે પણ શહેરમાં સાર્વત્રિક વરસાદ ખાબક્યો
અમદાવાદમાં ગઈકાલે બપોરે બે વાગ્યાથી વરસાદ શરૂ થયો હતો. સાંજે 5 વાગ્યા સુધીમાં સરખેજ, મકરબા, મકતમપુરા, એસજી હાઇવે વિસ્તારમાં બે ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. બે ઇંચ જેટલો વરસાદ પડતાં વેજલપુર શ્રીનંદનગરમાં પાણી ભરાઇ ગયાં હતાં.વાહનચાલકોએ લાઈટ ચાલુ કરીને ફરજિયાત વાહન ચલાવવાની ફરજ પડી હતી. જોધપુર, મકતમપુરા, સેટેલાઇટ, વસ્ત્રાપુર, બોડકદેવ, પાલડી, વાસણા, વેજલપુર, ટાગોર હોલ વિસ્તારમાં દોઢ ઇંચ, જેટલો વરસાદ પડ્યો હતો. જ્યારે રામોલ, દૂધેશ્વર, વટવા, જમાલપુર, લાલદરવાજા, દરિયાપુર, શાહપુરમાં એક ઇંચ વરસાદ પડ્યો હતો.

શહેરમાં ફરી વખત વરસાદ પડવાનો શરૂ થયો હતો, ત્યારે મણિનગરના આવકાર હોલથી હાટકેશ્વર સર્કલ તરફ જતી વખતે આવેલા ગુરૂજી ફ્લાય ઓવર બ્રિજ ઉપર સેવેંથ ડે સ્કૂલ નજીક બ્રિજના કોર્નર પરના રોડ પર પાણી ભરાયાં હતા.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post