الجمعة، 12 أغسطس 2022

ભરૂચમાં શ્રાવણના સરવરિયાં યથાવત હાંસોટમાં પોણા બે ઇંચ વરસાદ વરસ્યો | In Bharuch, two and a half inches of rain fell in Hansot during the Shravan season

ભરૂચ29 મિનિટ પહેલા

  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar

પ્રતીકાત્મક તસ્વીર

  • વરસાદ હોવા છતાં મોટાભાગે પવનના અભાવે બફારો અનુભવાયો

ભરૂચ શહેર જિલ્લામાં વરસાદી માહોલ હજી યથાવત છે. શ્રાવણ મહિનો તેના મધ્યમાં છે ત્યારે છેલ્લાં ત્રણેક દિવસથી પંથકમાં શ્રાવણના સરવરિયા થઇ રહ્યાં છે. ગુરૂવારે રક્ષાબંધન દિવસે જિલ્લામાં દિવસભર ઝરમર વરસાદ વરસ્યો હતો. વરસાદી માહોલમાં ભાઇ-બહેનના ઘરે આવવા જવા માટે મુશ્કેલીઓ સર્જાતાં એકદંરે તહેવાર બગડ્યો હોવાનો અનુભવ લોકોએ કર્યો હતો. ગુરૂવારે વરસેલાં વરસાદમાં સૌથી વધુ 43 મીમી એટલે કે પોણા બે ઇંચ વરસાદ વરસ્યો હતો.

ભરૂચ શહેર જિલ્લામાં આ વર્ષે ભારે વરસાદ વરસ્યો છે. જૂલાઇ મહિનાના અંત સુધીમાં જિલ્લામાં 75 ટકાથી વધુ વરસાદ વરસી ગયો છે. ત્યારે શ્રાવણ મહિનામાં પણ વરસાદી માહોલ યથાવત છે. જિલ્લામાં છેલ્લાં ત્રણેક દિવસથી ઝરમરિયો વરસાદ વરસી રહ્યોછે. જોકે, આ વર્ષે વરસાદની પેટર્ન પણ વિચિત્ર જણાઇ હતી. જેમાં મોટાભાગે દિવસના સમયે વરસાદ ઓછો કે નહીવત વરસે છે.

જ્યારે રાત્રીના સમયે વરસાદનો જોર વધુ હોવાનું અનુભવાઇ રહ્યું હતું. ભરૂચ જિલ્લામાં ગુરૂવારે વરસેલાં વરસાદમાં સૌથી વધુ વરસાદ હાંસોટમાં 43 મિમી એટલે કે પોણા બે ઇંચ જેવો વરસ્યો હતો. જ્યારે આમોદમાં સૌથી ઓછો 4 મિમી તેમજ જંબુસરમાં 06 મિમી વરસાદ વરસ્યો હતો. જિલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદે ગુરૂવારે હાજરી આપી હતી. તેમાંય સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા સુધી બે કલાકમાં જ સૌથી વધુ વરસાદ વરસ્યો છે.

અન્ય સમાચારો પણ છે…

https://images.bhaskarassets.com/web2images/960/2022/08/12/orig_rain-2_1660269233.jpg

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.