Kutch ની સાતમી વખત મુલાકાતે આવશે પીએમ મોદી, જાણો કચ્છને શું મળશે ભેટ | PM Modi will visit Kutch for seventh time know what gift Kutch will get

ગુજરાતના મુખ્યમંત્રી તરીકે 90 થી વધુ વાર કચ્છ આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ(Narendra Modi) કચ્છને અનેક ભેટ આપી છે ત્યારે 28 તારીખે અંદાજીત 10,000 કરોડના ખર્ચે તૈયાર વિવિધ પ્રકલ્પો વડાપ્રધાન ખુલ્લા મુકશે

Kutch ની સાતમી વખત મુલાકાતે આવશે પીએમ મોદી, જાણો કચ્છને શું મળશે ભેટ

Kutch Developement Work

Image Credit source: File Image

ગુજરાતમાં (Gujarat) મુખ્યમંત્રી તરીકે અને વડાપ્રધાન બન્યા બાદ પણ કચ્છને (Kutch)પીએમ મોદીએ(PM Modi)  હંમેશા વિશેષ રીતે યાદ કર્યુ છે અને તેથી જ કચ્છને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રિય પ્રદેશ તરીકે લોકો જોવે છે. ભુકંપ પછીના વિકાસ અને વિશેષતા અંગે અનેકવાર વડાપ્રધાને સંબોધન આપ્યું છે ત્યારે ગુજરાતના બે દિવસના પ્રવાસે આવી રહેલા વડાપ્રધાન 28 ઓગસ્ટના તેમના પ્રિય પ્રદેશ કચ્છમાં પણ આવશે વડાપ્રધાન તરીકે 7 મી વખત તેઓ કચ્છ આવી રહ્યા છે. જેને લઇને તૈયારીઓને આખરી ઓપ અપાઇ રહ્યો છે જ્યારે કાર્યક્રરો અને લોકો ઉત્સુક છે.

કચ્છને મળશે વિવિધ ભેટ

મુખ્યમંત્રી તરીકે 90 થી વધુ વાર કચ્છ આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કચ્છને અનેક ભેટ આપી છે ત્યારે 28 તારીખે અંદાજીત 10,000 કરોડના ખર્ચે તૈયાર વિવિધ પ્રકલ્પો વડાપ્રધાન ખુલ્લા મુકશે જેમાં ભુજ ખાતે ભુકંપ દીવગંતોની યાદમાં તૈયાર થયેલ સ્મૃતિવન,અંજારમાં બાળભુમી સ્મારક,મોડકુબા સુધીની તૈયાર થયેલ નર્મદા કેનાલ,ગાંધીધામમાં આંબેડકર ભુવન તથા નવા મિલ્ક પ્રોડ્કશન પ્લાન્ટને વડાપ્રધાન ખુલ્લો મૂકશે. તેની સાથે નવા પ્રોજેક્ટના ખાતમુહર્ત પણ કરશે કાર્યક્રમની શરૂઆત ભુજમાં રોડ શોથી કર્યા બાદ વડાપ્રધાન સ્મૃતિવન જશે અને ત્યાર બાદ કચ્છ યુનિવર્સિટી ખાતે વિશાળ જનસભાને સંબોધન કરશે

લાખો લોકોને વડાપ્રધાન સંબોધન કરશે

જેમાં 60000 લોકોની ઉપસ્થિતીમાં ભુજમાં રોડ શો થવાનો અંદાજ છે જેમાં હોટલ પ્રીન્સથી હોસ્પિટલ રોડ સુધીનો રૂટ નક્કી કરાયો છે. તથા ત્યાર બાદ લાખો લોકોને વડાપ્રધાન સંબોધન કરશે જેને લઇને અત્યારે તડામાર તૈયારી અને બેઠકોનો દોર શરૂ થયો છે. સ્મૃતિવનમાં મ્યુઝીમમ સહિત નર્મદાના પાણી કચ્છમાં પહોચતા કચ્છને ખેતી પ્રવાસન ક્ષેત્રે એક મોટી ભેટ મળશે

أحدث أقدم