الثلاثاء، 23 أغسطس 2022

ધનશ્રીના પિયર જવાના સમાચાર પર યુઝવેન્દ્ર ચહલ ડાન્સ કરવા લાગ્યો, જુઓ વીડિયો

[og_img]

  • છેલ્લા કેટલાક દિવસથી બંનેના લગ્નમાં ભંગાણની અફવા ફેલાઈ હતી
  • બંનેએ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો, જે ખૂબ વાયરલ થયો
  • ફની વીડિયોમાં બંને સાથે દેખાતા અફવાઓ પર પૂર્ણવિરામ

હાલમાં જ યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માના અલગ થવાની અફવા ફેલાઈ હતી, જેના પર બંનેએ સોશિયલ મીડિયા પર સ્પષ્ટતા પણ કરી હતી. હવે ધનશ્રી અને ચહલે એક સાથે એક વીડિયો શેર કર્યો છે, જે વાયરલ થયો છે.

ચહલે-ધનશ્રીનો વીડિયો વાયરલ

ટીમ ઈન્ડિયાના સ્ટાર સ્પિનર ​​યુઝવેન્દ્ર ચહલે પત્ની ધનશ્રી વર્મા સાથેનો એક વીડિયો શેર કર્યો છે, જે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. તાજેતરમાં, તેમના અલગ થવાની અફવા આવી હતી, જે બંનેએ સ્પષ્ટપણે નકારી કાઢી હતી. હવે બંને ઈન્સ્ટાગ્રામ રીલમાં એકસાથે જોવા મળી રહ્યા છે અને આ વીડિયો જોઈને લોકો પોતાના હાસ્યને કાબૂમાં રાખી શકતા નથી. આ વીડિયોમાં બંને એકસાથે સોફા પર બેઠા છે અને ધનશ્રી ઘરે જવાની વાત કરે છે કે તરત જ ચહલ ખુશીથી ડાન્સ કરવા લાગે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને તેમના અલગ થવાની અફવા ઉડી ત્યારથી બંનેનો આ પહેલો વીડિયો છે.

એશિયા કપ માટેની ભારતીય ટીમમાં ચહલ સામેલ

ચહલ ઝિમ્બાબ્વે પ્રવાસ પર ટીમ ઈન્ડિયાની સાથે નહોતો ગયો પરંતુ એશિયા કપ 2022 માટે ભારતીય ક્રિકેટ ટીમનો ભાગ છે. એશિયા કપ માટે ભારતીય ક્રિકેટ ટીમ દુબઈ જવા રવાના થઈ ગઈ છે. એશિયા કપમાં ભારતે તેની પ્રથમ મેચ 27 ઓગસ્ટે પાકિસ્તાન સામે રમવાની છે.

27 ઓગસ્ટથી એશિયા કપ

ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ દુબઈમાં રમાવાની છે. T20 વર્લ્ડકપ દરમિયાન બંને ટીમો આ જ મેદાન પર છેલ્લી વખત આમને-સામને હતી, જ્યારે પાકિસ્તાને 10 વિકેટે જીત મેળવી હતી. એશિયા કપ યુએઈમાં 27 ઓગસ્ટથી 11 સપ્ટેમ્બર સુધી રમાશે.

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.