ચીને કહ્યું કે જો LAC પર કોઈપણ પ્રકારની સૈન્ય કવાયત કરવામાં આવશે તો તે ભારત અને બેઈજિંગ વચ્ચેના કરારનું ઉલ્લંઘન હશે.
Image Credit source: File Pic
ચીનની (China) સરહદથી માત્ર 100 કિમી દૂર ઉત્તરાખંડના ઔલીમાં ઓક્ટોબરમાં યોજાનારી ભારત-અમેરિકા (US-INDIA) મિલિટરી ડ્રિલના સમાચારથી ચીનના શ્વાસ અધ્ધર થઈ ગયા છે. ચીને હવે ભારત અને અમેરિકા વચ્ચેની સૈન્ય કવાયત સામે વાંધો ઉઠાવતા કહ્યું છે કે આમ કરવું સરહદ વિવાદના દ્વિપક્ષીય મામલામાં દખલ કરવા જેવું છે. ચીને કહ્યું કે જો LAC પર કોઈપણ પ્રકારની સૈન્ય કવાયત કરવામાં આવશે તો તે ભારત અને બેઈજિંગ વચ્ચેના કરારનું ઉલ્લંઘન હશે. જણાવી દઈએ કે ભારત અને ચીન વચ્ચે થયેલી સમજૂતી મુજબ બંને દેશોની બોર્ડર પર કોઈ મિલિટરી ડ્રિલ કરી શકાતી નથી.
ચીનના સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા કર્નલ તાન કેફેઈએ કહ્યું કે, અમે ભારત અને ચીનની સરહદ પર કોઈ ત્રીજા પક્ષની દખલગીરી સહન કરી શકીએ નહીં. તમને જણાવી દઈએ કે ઓક્ટોબરમાં યોજાનારી સૈન્ય અભ્યાસ અંગે ભારત તરફથી હજુ સુધી કોઈ માહિતી આપવામાં આવી નથી. જોકે, મીડિયા રિપોર્ટ્સમાં જણાવવામાં આવી રહ્યું છે કે ઓક્ટોબરમાં ભારત અને અમેરિકા ઉત્તરાખંડના ઔલીમાં સંયુક્ત કવાયત કરવા જઈ રહ્યા છે. જો આ કવાયત બંને દેશો વચ્ચે થાય છે, તો તે અમેરિકા અને ભારતની 18મી સૈન્ય કવાયત હશે.
ભારત અને અમેરિકા એવા સમયે વાસ્તવિક નિયંત્રણ રેખા પર કવાયત કરવા જઈ રહ્યા છે જ્યારે ભારત અને ચીન વચ્ચે સરહદ વિવાદને લઈને તણાવ વધી ગયો છે. સીમા વિવાદને જોતા બંને દેશોએ સરહદ પર મોટી સંખ્યામાં પોતાની સેના અને હથિયારો વધારી દીધા છે.
આંતરરાષ્ટ્રીય સમાચાર અહીં વાંચો.
આ સમાચાર અપડેટ થઇ રહ્યા છે….