જામજોધપુરના એક ગામમાં પોલીસ કર્મીએ મહિલાની છેડતી કરી, ફરિયાદ નહીં કરવા અને સમાધાન કરવા મામલે મહિલાને ફટાકો ઝીંક્યો | A policeman molested a woman in a village in Jamjodhpur, hurled firecrackers at her for not complaining and settling.

જામનગર29 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • રસ્તા પર જઈ રહેલી મહિલાની આબરૂ લૂંટવાના ઇરાદે છેડતી કરનાર પોલીસ કર્મી સામે ફરિયાદ નોંધાઈ

જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના એક ગામની 32 વર્ષીય મહિલા રાત્રિના સમયે ગામના માર્ગેથી પસાર થતા હતા, ગામના રહેવાસી અને શેઠ વડારા પોલીસ મથકના પોલીસ કર્મચારી પૃથ્વીરાજસિંહ દિલુભા જાડેજાએ મહિલાને રસ્તામાં રોક્યા હતા અને હાથ પકડી છેડતી કરી હતી. જે ઘટના બાદ ફરિયાદ નહીં કરવા અને સમાધાન કરવા માટે ચર્ચા કરાઈ હતી તે સમયે મહિલાએ પોતાના ઘરે સમાધાન માટે આવવા જણાવતા પોલીસ કર્મીએ મહિલાને ફડાકો મારી દીધો હતો.
મહિલાનો હાથ પકડી છેડતી કરી
​​​​​​​
મહિલાએ પોલીસ કર્મી સામે શેઠવડાળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જાહેર થેયેલી વીગત મુજબ ફરિયાદી મહિલા પોતાના પુત્ર સાથે એક્ટિવા પર પસાર થઈ રહી હતી તે દરમિયાન રસ્તામાં પોલીસ કર્મીએ તેને રોકી લીધા હતા અને તેણીનો હાથ પકડી લઈ હાલ આપણા બેયનું ગોઠવવું છે. તેમ કઈ આબરૂ લૂંટવાના ઇરાદે છેડતી કરતા મહિલા અને તેના પુત્ર એ ડેકારો કર્યો હતો.
​​​​​​​​​​​​​​પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
આ સમગ્ર મામલે શેઠ વડાળા પોલીસ મથકમાં પોલીસ કર્મી સામે આઈપીસી કલમ 354 એ અને 323 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ બનાવને લઇ જામજોધપુર પંથકમાં ભારે ચકચાર જાગી છે

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post