Monday, August 1, 2022

કોંગ્રેસ દ્વારા મોંઘવારી વિરૂદ્ધ મહારેલી | Maharally against inflation by Congress

પોરબંદર4 કલાક પહેલા

  • કૉપી લિંક

પોરબંદર કોંગ્રેસ સમિતિ દ્વારા મોંઘવારી વિરુદ્ધ મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના રાજમાર્ગો પર યોજાયેલ આ રેલી સુદામા ચોક ખાતે સભામાં ફેરવાઈ હતી. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અર્જુનભાઈ મોઢવાડિયાએ મોંઘવારી મુદ્દે સરકાર પર આ સભામાં આકરા પ્રહારો કર્યા હતા. શહેરમાં આવેલ સુદામા ચોક ખાતે જિલ્લા અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના રાજ માર્ગો પર આ રેલી યોજવામાં આવી હતી, ત્યારે મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા.

દિવસે ને દિવસે મોંઘવારી વધી રહી છે ત્યારે ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર માત્ર મોંઘવારી બેરોજગારી અને ભ્રષ્ટાચારનું કમળ ખીલવાનું કામ કરી રહી હોવાનું પણ કોંગ્રેસ દ્વારા જણાવવામાં આવ્યું હતું. તેમજ પેટ્રોલ ડીઝલ સીએનજીની સાથે રાસાયણિક ખાતરો બિયારણ દવા અને ખાદ્ય સામગ્રી સહિત જીવન જરૂરી વસ્તુઓના ભાવ આસમાને પહોંચ્યા હોય તેમજ જીએસટી ઠોકી બેસાડી દઈ મોંઘવારી વધી હોવાથી લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા હોવાનું જણાવવામાં આવ્યું હતું.

બીજી બાજુ માછીમારોની હાલત કફોડી બની છે, અને ખેડૂતોને પણ ભારે હાડ મારી વેઠવી પડતી હોવાનું જણાવવામાં આવ્યું હતું. અર્જુનભાઈ મોઢવાડિયા દ્વારા ભાજપની સરકાર પર મોંઘવારી વિરુદ્ધ આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા, આ તકે જિલ્લા કોંગ્રેસ સમિતિના મોટી સંખ્યામાં અગ્રણીઓ અને કાર્યકરો જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે…

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.