ઉ.ગુ. યુનિવર્સિટી સંલગ્ન MBBSના વિદ્યાર્થીઓ દ્વારા રીએસેસમેન્ટ પ્રક્રિયા પુનઃ શરુ કરવા કુલપતિને આવેદનપત્ર પાઠવ્યું | U.G. A petition was sent to the Chancellor to restart the reassessment process by the MBBS students affiliated to the university

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • U.G. A Petition Was Sent To The Chancellor To Restart The Reassessment Process By The MBBS Students Affiliated To The University

પાટણ21 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • ત્રણ વર્ષ પહેલા રિએસેસમેન્ટની પ્રક્રિયા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો

હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી દ્વારા એમબીબીએસ અભ્યાસક્રમમાં રદ કરાયેલ રીએસસમેન્ટ પ્રક્રિયા પુનઃ શરૂ કરવા વિદ્યાર્થીઓ દ્વારા કુલપતિને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.યુનિવર્સિટી દ્વારા ત્રણ વર્ષ અગાઉ એમ.બી.બી.એસ અભ્યાસક્રમમાં શરૂઆતના એક થી ત્રણ વર્ષમાં પરીક્ષામાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓને રીએસેસમેન્ટ કરવાના નિયમ ઉપર પ્રતિબંધ મૂકી પ્રક્રિયા રદ કરવામાં આવી છે.

છેલ્લા ત્રણ વર્ષથી અનેકવાર વિદ્યાર્થીઓ દ્વારા ફરીથી એસેસમેન્ટ પ્રક્રિયા શરૂ કરવામાં આવે તેવી રજૂઆતો થઈ રહી છે.બુધવારે એમબીબીએસ કોલેજોના વિદ્યાર્થીઓ એકત્ર થઈ વહીવટી ભવન ખાતે આવી કુલપતિ ડૉ. જે જે વોરા સમક્ષ એમબીબીએસ અભ્યાસક્રમમાં વિદ્યાર્થીઓને પરીક્ષાના એસેસમેન્ટમાં કોઈ ભૂલ થાય તો તેમનું ભવિષ્ય ના બગડે માટે રીએસેસમેન્ટ કરવાની પ્રક્રિયા ફરી શરૂ કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી. જે મામલે કુલપતિ દ્વારા વિદ્યાર્થીઓને એકેડમીક દ્વારા વિચારણા બાદ નિયમ રદ કરાયેલ છે. જે મામલે વધુ કોઈ કાર્યવાહી કે નિર્ણય લેવાની સત્તા સમિતિ ની હોય તેમની સમક્ષ રજૂઆત મૂકવા માટે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે…