Asia Cup, India New Jersey: એશિયા કપ 2022 માટે તમામ ટીમોની તૈયારી પૂરજોશમાં ચાલી રહી છે. આ ટુર્નામેન્ટ માટે યુએઈમાં તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે જ તમામ ટીમો આ ટાઇટલ જીતવા માટે ખુબ જ પ્રેક્ટિસ કરી રહી છે. આ દરમિયાન ભારતીય ટીમે એશિયા કપ માટે નવી જર્સી બહાર પાડી છે. ભારતીય ટીમના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ એશિયા કપ માટેની જર્સીમાં ફોટો શેર કર્યો છે. ભારત ઉપરાંત પાકિસ્તાનની ટીમે પણ પોતાની નવી જર્સી બહાર પાડી છે.
રવિન્દ્ર જાડેજાએ તસવીર શેર કરી
એશિયા કપમાં ભારતીય ટીમ નવી જર્સીમાં જોવા મળશે. ICC અને ACCની દરેક ટૂર્નામેન્ટમાં ટીમો નવી જર્સીમાં જોવા મળે છે. આ જર્સીમાં ટૂર્નામેન્ટનું નામ પણ લખેલું હોય છે. ભારતીય ટીમના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ ઈન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી શેર કરી છે, જેમાં ટીમ ઈન્ડિયાની એશિયા કપની નવી જર્સી પરથી પડદો ઉઠ્યો છે. ભારતીય ટીમની જર્સી વાદળી છે, જ્યારે એશિયા કપ 2022નો લોગો પણ ટીમની જર્સીમાં દેખાય છે. આ જર્સી પર ત્રણ સ્ટાર પણ છે. તમને જણાવી દઈએ કે, જાડેજા સિવાય અન્ય કોઈ ખેલાડીએ નવી જર્સીમાં ફોટો કે વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો નથી.
પાકિસ્તાન ટીમનો નવો અવતાર પણ જોવા મળશે
ભારતીય ટીમ સિવાય પાકિસ્તાનની ટીમે પણ પોતાની નવી જર્સીની તસવીર શેર કરી છે. બાબર આઝમની કેપ્ટનશીપમાં એશિયા કપ રમનાર પાકિસ્તાની ટીમે પોતાની નવી જર્સીની તસવીર જાહેર કરી છે. તેની નવી જર્સીમાં કેપ્ટન બાબર આઝમ અને ટીમના અન્ય ખેલાડીઓ ફોટોશૂટ માટે પહોંચ્યા હતા. તમને જણાવી દઈએ કે એશિયા કપમાં 28 ઓગસ્ટે ભારત અને પાકિસ્તાન વચ્ચે શાનદાર મેચ રમાશે. આ મેચ માટે બંને ટીમો સંપૂર્ણ રીતે તૈયાર છે.
આ પણ વાંચોઃ
Asia Cup 2022: રોહિત શર્મા માટે સરળ નહી હોય પ્લેઈંગ 11ની પસંદગી, આ ત્રણ ખેલાડીને લેવા માટે થશે મથામણ
Asia Cup 2022: આ ઓલરાઉન્ડર ખેલાડીઓ પર રહેશે બધાની નજર, એકલા હાથે જીતાડી શકે છે મેચ