ઉપરવાસમાં ભારે વરસાદથી નર્મદા (Narmada)જિલ્લામાં આવેલા સરદાર સરોવર ડેમની (Sardar Sarovar Dam) જળસપાટીમાં વધારો થયો છે અને જળસ્તર 136.38 મીટર સુધી પહોંચ્યું છે.
ઉપરવાસમાં ભારે વરસાદથી નર્મદા (Narmada)જિલ્લામાં આવેલા સરદાર સરોવર ડેમની (Sardar Sarovar Dam) જળસપાટીમાં વધારો થયો છે અને જળસ્તર 136.38 મીટર સુધી પહોંચ્યું છે. સરદાર સરોવર ડેમમાં 7,65,034 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. ડેમના 23 દરવાજા 3.05 મીટર ખોલી કુલ 5,50,000 ક્યૂસેક પાણી છોડાઈ રહ્યું છે. ડેમમાંથી પાણી છોડાતા નર્મદા નદી (Narmada river) ગાંડીતૂર બની છે. આથી નર્મદા નદીના કાંઠે આવેલા ગ્રામજનોને સુરક્ષાના કારણોસર નદીના પટમાં અવરજવર કરવાની મનાઈ કરવામાં આવી છે.કેનાલમાં 18,046 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે.
ડેમના 23 દરવાજા 3 મીટર સુધી ખોલાયા
ઉપરવાસમાં આવેલા ઈન્દિરા સાગર ડેમમાં પુષ્કળ પ્રમાણમાં પાણીની આવક થઈ રહી છે. જેને લઈને ડેમમાંથી વધુ પાણી છોડવામાં આવી રહ્યુ છે. હાલ ડેમના 23 દરવાજા 3 મીટર સુધી પાણી છોડવામાં આવી રહ્યુ છે. આ ઉપરાંત જળ વિદ્યુત મથકોમાંથી પણ નર્મદા (Narmada) નદીમાં પાણી છોડવામાં આવશે. સરદાર સરોવર ડેમમાં ઉપરવાસમાંથી પાણી આવક વધતા જળસપાટીમાં વધારો થઇ રહ્યો છે. સાંજ સુધીમાં આ પાણીના કારણે ભરૂચમાં નર્મદા નદી સપાટી 28 ફૂટે પહોંચી શકે છે. જેના પગલે ભરુચમાં પણ નર્મદા નદી કાંઠા વિસ્તારોને એલર્ટ કરાયા છે.
પાવર હાઉસના 6 ટર્બાઇન ચાલુ કરાયા
પાણીની પુષ્કળ આવક થતા છેલ્લા 34 દિવસથી રિવરબેડ પાવર હાઉસના 200 મેગાવોટના 6 ટર્બાઇન ચાલુ કરવામાં આવ્યા છે. આ 6 ટર્બાઇન મારફતે દૈનિક સરેરાશ 4 કરોડની કિંમતનું 20 મિલીયન યુનિટ વીજ ઉત્પાદન થઈ રહ્યું છે. જ્યારે 50 મેગાવોટના કેનાલ હેડ પાવર હાઉસ ના 4 ટર્બાઇન 12 ઓગસ્ટ થી શરૂ કરવામાં આવ્યા છે. આ 50 મેગાવોટ ના 4 ટર્બાઇન દ્વારા સરેરાશ 98 લાખની કિંમતનું 4.8 મિલીયન યુનિટ વીજ ઉત્પાદન થઈ રહ્યું છે. આમ છેલ્લા 34 દિવસ થી રિવરબેડ પાવર હાઉસ અને કેનાલ હેડ પાવર હાઉસ દ્વારા આશરે કુલ 161.76 કરોડની કિંમતનું વીજ ઉત્પાદન થઈ રહ્યું છે.