Monday, August 8, 2022

પેટ્રોલ પંપમાં ભાગીદારી અને ભાડુ ન આપી જમીન માલિક સાથે છેતરપિંડી | Participating in petrol pumps and defrauding land owner by non-payment of rent

પાટણ3 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • વિસનગરના કડાની મહિલા અને શખ્સ સામે પોલીસ ફરિયાદ

ત્રણેક વર્ષ અગાઉ પાટણ નજીક શિહોરી ત્રણ રસ્તા ઉપર પાટણ રહીશની ભાગીદાર બનાવવાનું કહીં તેની જમીનમાં પેટ્રોલ પંપ બનાવી કોઈ ભાગીદારી ન આપતાં અને નક્કી કરેલ ભાડું પણ ન આપતાં જમીન માલિકે સરસ્વતી પોલીસ મથકે વિસનગર તાલુકાના કડા ગામના બે શખ્સો સામે છેંતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.

પાટણ શહેરમાં રહેતા સુભાષભાઇ કાન્તીલાલ પ્રજાપતીની 2019માં ચાવડા જસવંતસિંહ ભુરાજી રહે.કડા તા.વિસનગર અને ડામોર રશ્મીકાબેન ચીમનલાલ રહે.કડા તા.વિસનગર તેઓએ સુભાષભાઈની પાટણ નજીક શીહોરી રોડ ઉપર આવેલ જમીન ઉપર પેટ્રોલપંપ બનાવવા સારૂ માસીક રૂ.1 લાખ ભાડું તેમજ કંપની તરફથી જે ભાડું મળે તે આપવા સારૂ સુભાષભાઇની જમીન ભાડા પેટે રાખીને વિશ્વાસ આપી રૂ.300 સ્ટેમ્પ ઉપર સોગંદનામું કર્યું હતું.

પેટ્રોલપંપ બન્યા બાદ માસીક રૂ.1 લાખ ભાડું તેમજ ભાગીદારી પણ નહી માંગતાં બંને શખ્સોએ શનિવારે અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. આ અંગે જમીન માલિકે સરસ્વતી પોલીસ મથકે ચાવડા જસવંતસિંહ અને ડામોર રશ્મીકાબેન સામે વિશ્વાસઘાત તેમજ છેતરપીંડીની બે શખ્સો ફરીયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદ આધારે ગુનો નોંધી PI રાકેશ ઘનશ્યામભાઇ ઉનાગરે તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે…

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.