માળિયાના બગસરા ગામે વીજલાઈનને અડકી જતા રાષ્ટ્રીય પક્ષી મોરનું મોત થયું; ઘટનાને પગલે તંત્ર દોડતું થયું | Peacock, the national bird, died after it hit a power line at Bagsara village in Malia; The system started running after the incident

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Morbi
  • Peacock, The National Bird, Died After It Hit A Power Line At Bagsara Village In Malia; The System Started Running After The Incident

મોરબીએક મિનિટ પહેલા

  • કૉપી લિંક

મોરબી જિલ્લામાં છેલ્લા ઘણાં સમયથી વીજશોકના કારણે લોકોના મોત થવાની ઘટના સામે આવી રહી છે. ત્યારે હવે પક્ષીઓ પણ આ યાદીમાં સામેલ થયા હોય તેવી ઘટના સામે આવી છે. જ્યાં માળીયાના બગસરા ગામે PGVCL કચેરીની લાઈનના સંપર્કમાં આવતા રાષ્ટ્રીય પક્ષી મોરનું આકસ્મિક મોત નીપજ્યું હતું. જેને પગલે જીવદયાપ્રેમીઓમાં શોકની લાગણી ફેલાઈ છે.

શોક લાગતાં ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું
મોર રંગો સાથે કલાનો સંગમ ધરાવતું પક્ષી છે. આ પક્ષીને ભારતના રાષ્ટ્રીયપક્ષી તરીકે જાહેર કરાયું છે. ત્યારે માળીયા તાલુકાના બગસરા ગામે PGVCL કચેરી પાસે ઈલેવન લાઈનનો તાર આવેલો છે. જેના સંપર્કમાં રાષ્ટ્રીય પક્ષી મોર આવી જતા તેનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. બનાવને પગલે ગ્રામજનોમાં દુઃખનું મોજ ફરી વળ્યું હતું નોંધનીય છે કે, વિજલાઈન ખુલ્લી રહેવાને કારણે છાશવારે પશુઓના મોત થતા રહે છે. ત્યારે તંત્ર દ્વારા આ મામલે નક્કર પગલાં લેવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે. જો કે, આ ઘટનાને પગલે તંત્ર પણ દોડતું થયું છે

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post