આઝાદીની 75મી વર્ષગાંઠના એક દિવસ પહેલા આજે દેશની પહેલી આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ (Draupadi Murmu) પહેલી વખત દેશને સંબોધિત કરી રહી છે. વાંચો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના સંબોધનની મોટી વાતો…

Draupadi Murmu
આઝાદીની 75મી વર્ષગાંઠના એક દિવસ પહેલા આજે દેશની પહેલી આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ (Draupadi Murmu) પહેલી વખત દેશને સંબોધિત કરી રહી છે. સ્વતંત્રતા દિવસના એક દિવસ પહેલા દર વર્ષે રાષ્ટ્રપતિ દેશને સંબોધન કરે છે. રાષ્ટ્રપતિ મુર્મૂનું સંબોધન હિન્દીમાં પ્રસારિત થઈ રહ્યું છે, જે દૂરદર્શન અને ઓલ ઈન્ડિયા રેડિયો પર અંગ્રેજી અને અન્ય પ્રાદેશિક ભાષાઓમાં પ્રસારિત થઈ રહ્યું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું આજનું સંબોધન પણ ખાસ છે કારણ કે દેશ અમૃતકાળમાં છે અને ભારત અંગ્રેજોથી આઝાદીના 75 વર્ષ પૂરા કરી રહ્યું છે. આઝાદી કા અમૃત મહોત્સવ (Azadi Ka Amrit Mahotsav) કાર્યક્રમ માર્ચ 2021માં લોન્ચ કરવામાં આવ્યો હતો અને 15મી ઓગસ્ટ 2023ના રોજ સમાપ્ત થશે. અહીં વાંચો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના સંબોધનની મોટી વાતો
આ સમાચાર અપડેટ થઈ રહ્યા છે.