ફતેપુરા21 મિનિટ પહેલા
- કૉપી લિંક
- આગામી તહેવારોને અનુલક્ષીને શાંતિ સમિતિની બેઠક યોજાઇ
- પંથકમાં શાંતિ સલામતી કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી બેઠક યોજાઇ
ફતેપુરા પોલીસ સ્ટેશનમાં આગામી આવનાર તહેવારોને લઈ શાંતિ સમિતીની બેઠક યોજવામાં આવી હતી. ફતેપુરા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્પેક્ટર સી.બી.બરંડા ની અધ્યક્ષતામાં શાંતિ સમિતની બેઠક યોજાવામાં આવી હતી.
જેમાં ફતેપુરા ના તમામ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ફતેપુરા તાલુકામાં હાલ હિન્દુઓનો પવિત્ર શ્રાવણ માસ તેમજ આગામી દિવસોમાં મુસ્લિમ સમાજનો તાજીયાનો તહેવાર પણ આવી રહ્યો છે. જ્યાં પણ મોટા પ્રમાણમાં ભીડ એકઠી થતી હોય છે. જેને લઈ પંથકમાં શાંતિ સલામતી કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી શાંતિ સમિતિ ની બેઠક યોજવામાં આવી હતી. 6ઠ્ઠી તારીખ દશામાની મૂર્તિનું વિસર્જન, મોહરમ, વિશ્વ આદિવાસી દિવસ, સાતમ જન્માષ્ટમી તેમજ તારીખ 13 થી 15 તારીખ સુધી હર ઘર તિરંગાનો કાર્યક્રમ તેમજ હિંદૂઓ ના પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે.
જેને લઈ સોમવારના રોજ શિવાલયોમાં ભારે ભીડ જમા થતી હોય છે. આ પવિત્ર હિન્દુ અને મુસ્લિમ સમાજના તહેવારો માં હિન્દુ કે મુસ્લિમ વિરુદ્ધ કોઈ અસામાજિક તત્વો દ્વારા સોશ્યિલ મીડિયા મારફતે કે અન્ય માધ્યમોથી હિન્દુ-મુસ્લિમો વચ્ચે વૈમનસ્ય અને નફરત ફેલાય તેવા કૃત્ય ના થાય અને શાંતિન ડોહળાય તે હેતુ થી બેઠક યોજવામાં આવી હતી. આવા સોશ્યિલ મીડિયા પર પોલીસ દ્વારા સતત ધ્યાન રાખવા માં આવી રહ્યું છે તેમજ સંવેદનશીલ વિસ્તારો માં પોલીસ દ્વારા સતત બાજ નજર રાખવા માં આવી રહી છે.