સ્માર્ટ ચીપની અછત દૂર કરવા RTOનો નવો નિર્ણય, લાયસન્સ અને આરસી બુકમાં ક્યુઆર કોડ સિસ્ટમ દાખલ કરાઈ | QR code system will be added instead of chip in vehicle license and RC book, your data will be known by finger tips, know what new changes have come

Smart Rc Book: હવે આંગળીના ટેરવે મોબાઈલથી લાયસન્સ અને સ્માર્ટ RC બુક સ્કેન કરી વાહનોના ડેટા મેળવી શકશો. કેમ કે રાજ્ય વાહન વ્યવહાર અને માર્ગ વિભાગ દ્વારા હવે લાઈસન્સ અને સ્માર્ટ આરસી બુકમાં ચીપના બદલે ક્યુઆર કોડ એડ કરવાની શરૂઆત કરી છે. જેમા આરસી બુકમાં ક્યુ.આર. કોડની સિસ્ટમ લાગુ કરી દેવાતા હવે ડેટાની પ્રક્રિયા સરળ બની છે.

સ્માર્ટ ચીપની અછત દૂર કરવા RTOનો નવો નિર્ણય, લાયસન્સ અને આરસી બુકમાં ક્યુઆર કોડ સિસ્ટમ દાખલ કરાઈ

સ્માર્ટ આરસી બુક

છેલ્લા ઘણા મહિનાથી રાજ્યભરમાં સ્માર્ટ લાયસન્સ (License) અને સ્માર્ટ આરસી બુક (R C Book) માં ચિપની અછતને લઈને પેન્ડેન્સી ચાલી રહી હતી. આ પેન્ડેન્સી હવે દૂર થઈ છે. રાજ્ય વાહન વ્યવહાર અને માર્ગ વિભાગ દ્વારા ચિપની સમસ્યા દૂર કરવા માટે ક્યુ આર કોડનો ઉપયોગ કરાયો છે. રાજ્ય વાહન વ્યવહાર અને માર્ગ વિભાગ દ્વારા ચિપની સમસ્યા દૂર કરવા માટે હવે લાઇસન્સ અને આરસી બુકમાં ચીપના બદલે ક્યુઆર કોડ એડ કરવાનો નિર્ણય કરાયો છે. જેમાં આરસી બુકમાં ચિપના બદલે કયુ આરકોડ (Q R Code) એડ કરીને નવી આરસી બુક લોકોને આપવાની પણ શરૂઆત કરી દેવાઈ છે.

સ્માર્ટ આરસી બુક અને લાયસન્સમાં થયા આ ફેરફાર

  • આરસી બુકમાં ચીપના બદલે ક્યુઆર કોડ જોવા મળશે
  • ક્યુઆર કોડની મદદથી આંગળીના ટેરવે ડેટા જાણી શકાશે
  • ક્યુઆર કોડ આવતા ચીપની અછત અને ચીપની સમસ્યા દૂર થશે

રાજ્ય વાહન વ્યવહાર અને માર્ગ વિભાગ દ્વારા 20 દિવસ પહેલા આ નિર્ણય જાહેર કરીને આરસી બુકમાં તેનું અમલીકરણ શરૂ કરી દીધું છે. જેના કારણે છેલ્લા 20 કરતાં વધુ દિવસમાં લગભગ 5000 કરતાં પણ વધુ ન્યુ આરસીબુકમાં કયુ આર કોડ સાથેની ઈશ્યુ કરાઇ છે. અધિકારીઓનું માનવું છે કે સરકારના આ નિર્ણયથી ચિપની અછતની સમસ્યાના કારણે જે આરસી બુકની પેન્ડેન્સી હતી તે દૂર થશે. તેમ જ ક્યુ આર કોડની મદદથી જ્યારે લોકો મોબાઈલનો બહોળો ઉપયોગ કરી રહ્યા છે ત્યારે આંગળીના ટેરવેજ આરસી બુકમાં રહેલ ક્યુ આર કોડ પોતાના મોબાઈલ વડે સ્કેન કરીને મોબાઇલમાં જ વાહનનો ડેટા મેળવી શકશે. જેના કારણે લોકોને વાહનની વિગત જાણવામાં સરળતા રહેશે. તેમજ અધિકારી અને સંલગ્ન વિભાગને પણ વાહનોની માહિતી જાણવામાં સરળતા રહેશે. તેમજ ચિપ કે ચિપના મશીનમાં ખામી સર્જાવા જેવી પણ સમસ્યા દૂર થશે. એટલું જ નહીં પણ ગુનાહિત પ્રવૃત્તિઓમાં પણ આ પ્રયોગ કારગર નીવડશે તેવું પણ ક્યાંક અધિકારીઓ માની રહ્યા છે.

  • હાલમાં 34 RTO કચેરીમાં ચિપ કંપની કામ કરે છે
  • આગામી દિવસમાં સેન્ટરલાઈઝ કામગીરી શરૂ કરાશે
  • સ્માર્ટ ચિપ દૂર થતાં એક થી બે મહિનાનું વેઇટિંગ પણ દૂર થશે

હાલ તો જૂની એજન્સીને આરસી બુકમાં ચીપના બદલે ક્યુઆર કોડ એડ કરવાની કામગીરી સોંપવામાં આવી છે. જેના કારણે આરસી બુકમાં રહેલી પેંડેન્સી હવે જલ્દીથી દૂર થશે. તેમજ લોકો આરસીબુક નહીં મળવાની જે ફરિયાદ કરતા હતા તે પણ દૂર થશે અને લોકોને નવી આરસીબુક પણ જલ્દી મળતી થશે. એટલું જ નહીં પણ આગામી દિવસમાં લાઇસન્સમાં પણ ચીપના બદલે કયુ આર કોડની અમલવારી કરાશે. જેથી લાયસન્સમાં અછતની સમસ્યા તેમ જ ચીપની સમસ્યા પણ દૂર કરી શકાશે અને લોકોને સમયસર લાયસન્સ પણ મળી રહેશે.

Previous Post Next Post