પાટણની આર્ટ્સ કોલેજમાં 'હર ઘર તિરંગા' કાર્યક્રમ અંતર્ગત તિરંગા પોસ્ટર પ્રદર્શન સ્પર્ધા યોજાઈ | Under the program 'Har Ghar Tiranga' Tricolor Poster Exhibition Competition was held in Arts College, Patan.

પાટણ18 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • પોસ્ટર પ્રદર્શનમાં 18 વિદ્યાર્થીઓએ ભાગ લીધો

પાટણની પી.કે કોટાવાલા આર્ટ્સ કોલેજના એન.એસ.એસ વિભાગ દ્વારા “આઝાદી કા અમૃત મહોત્સવ” કાર્યક્રમ અંતર્ગત “હર ઘર તિરંગા” કાર્યક્રમ અનુસંધાને તિરંગા સંબંધિત પોસ્ટર પ્રદર્શન સ્પર્ધા યોજવામાં આવી હતી. આ પોસ્ટર પ્રદર્શન સ્પર્ધામાં 7 ભાઈઓ અને 11 બહેનો મળી કુલ 18 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

રાષ્ટ્રધ્વજના પોસ્ટર અને તે અંગેની માહિતી રજૂ કરી
આ વિદ્યાર્થીઓએ ભારતીય રાષ્ટ્રધ્વજના ઈતિહાસ સંબંધીત પ્રથમ રાષ્ટ્રધ્વજથી લઈ હાલના તિરંગા સુધીના જુદા-જુદા રાષ્ટ્રધ્વજના પોસ્ટર અને તે અંગેની માહિતી રજૂ કરી હતી. આ સ્પર્ધામાં ભીલ અંજલીએ પ્રથમ, ગૌસ્વામી મહેન્દ્રએ દ્વિતીય અને પ્રજાપતિ સંજય તેમજ ચાવડા પ્રદીપે સંયુક્ત રીતે તૃતીય ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો. સ્પર્ધાના નિર્ણાયક તરીકે કોલેજના અંગ્રેજી વિભાગના અધ્યક્ષ પ્રો. રાજેશભાઈ પટેલ, ડૉ. જે.પી ગોહિ ડૉ. પદમાક્ષી વ્યાસ અને કોલેજના લાઇબ્રેરીયન ડૉ. વલ્લરીબેન હાથીએ ફરજ નિભાવી હતી. આ કાર્યક્રમનું સંચાલન કોલેજના એન.એસ.એસ પ્રોગ્રામ ઓફિસર ડૉ.અલ્પેશ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ કોલેજના આચાર્ય ડૉ.લલિતભાઈ પટેલના માર્ગદર્શનમાં સફળતાપૂર્વક યોજાયો હતો.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post