સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી ભાવનગરના યજમાનપદે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની રીજીઓનલ કાઉન્સિલની બેઠક યોજાઈ | Saurashtra Chamber of Commerce and Industry Bhavnagar hosted the Regional Council meeting of Gujarat Chamber of Commerce and Industry.

ભાવનગર26 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • ગુજરાતમાં વેપાર-ઉદ્યોગનો વધારે સારો વિકાસ થઇ શકે તેવું મંતવ્ય વ્યક્ત કરેલ

સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી-ભાવનગર દ્વારા ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની રીજીઓનલ કાઉન્સિલની મીટીંગનું ઇસ્કોન ક્લબ એન્ડ રિસોર્ટ ભાવનગર ખાતે યોજાયેલ જેમાં ગુજરાત ચેમ્બર સહીતની અન્ય 10 ચેમ્બરનાં પ્રમુખઓ તથા હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

ભાવનગર જીલ્લામાં ટુરીઝમનો વિકાસ થાય વિગેરે મુદ્દાઓ રજૂ કર્યા
સૌરાષ્ટ્ર ચેમ્બરનાં ઉપ-પ્રમુખ પ્રકાશભાઈ ગોરસીયાએ ભાવનગરનાં વેપાર-ઉદ્યોગને લગતા વિવિધ પ્રશ્નો જેવા કે એર, રોડ, રેલ અને સી કનેક્ટીવીટી અંગે, રેલ્વે ક્રોસિંગ પર ફ્લાયઓવર બ્રીજ બનાવવા, જીઆઈડીસી ઔદ્યોગિક વસાહતમાં ડબલ ટેક્ષનાં ભારણ અંગે, સોલ્ટ ઉદ્યોગને લગતા પ્રશ્નો અંગે, GWL દ્વારા લેવામાં આવતી સિક્યુરીટી ડીપોઝીટ અંગે, સોલાર પોલીસી બાબત, બેંક દ્વારા લોનની ચુકવણીમાં વસુલવામાં આવતા પ્રિ-પેમેન્ટ ચાર્જ બાબત, નારી તથા સૂચિત માઢીયા જીઆઈડીસીમાં પ્લોટની કિંમતમાં ઘટાડો કરવા તથા તેમાં કેન્દ્ર સરકારની સબસીડી મળવા બાબત વગેરે પ્રશ્નોની રજૂઆત કરેલ આ ઉપરાંત તેઓ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત વચ્ચે અંતર ઘટે તે માટે દેવળા-ગુંદાળા બ્રીજનાં નિર્માણ અંગે, મરીન યુનીવર્સીટીની સ્થાપના બાબત, વાઈબ્રન્ટ સમીટનો વ્યાપ વધે તે માટે જીલ્લા વાઈઝ પ્રિ-વાઈબ્રન્ટ સમિટનું આયોજન કરવા બાબત તથા ભાવનગર જીલ્લામાં ટુરીઝમનો વિકાસ થાય વિગેરે મુદ્દાઓ રજુ કર્યા હતા.

ઉદ્યોગકારોએ જાગૃત અને સંગઠિત બની તેમના પ્રશ્નો રજુ કરવાની તાતી જરૂરીયાત
આ રીજીયોનલ કાઉન્સિલનાં અધ્યક્ષ અને ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સનાં પ્રમુખ પથિકભાઈ પટવારીએ આ રીજીયોનલ કાઉન્સિલનો હેતુ વેપાર-ઉદ્યોગનાં સમાન પ્રશ્નોનું સારી રીતે નિરાકરણ થાય તે હોવાનું જણાવેલ. વધુમાં તેઓએ ઈઝ ઓફ ડુઈંગ બિઝનેશનું અમલીકરણ ગુજરાત રાજ્યમાં સારી રીતે થાય તો અન્ય રાજ્યો કરતા ગુજરાતમાં વેપાર-ઉદ્યોગનો વધારે સારો વિકાસ થઇ શકે તેવું મંતવ્ય વ્યક્ત કરેલ ઉદ્યોગકારોએ જાગૃત બનવાની અને સંગઠિત બની તેમના પ્રશ્નો રજુ કરવાની તાતી જરૂરીયાત છે અને તો જ પ્રશ્નોનું સુખદ નિરાકરણ થઇ શકશે. પ્રોફેશનલ ટેક્ષની નાબુદી બાબતમાં સરકારમાં વિવિધ સ્તરે રજુઆતો ચાલુ છે અને નજીકના ભવિષ્યમાં તેનું નિરાકરણ થશે તેવી આશા વ્યક્ત કરી હતી.

મુખ્યમંત્રી અધ્યક્ષતામાં ઓપન હાઉસનું આયોજન
વધુમાં તેઓએ જણાવેલ કે ઔદ્યોગિક એકમોએ એલ.ટી. કનેક્શનમાંથી એચ.ટી. કનેક્શનમાં જવું હોય તો જે ડીપોઝીટ લેવામાં આવે છે તે રકમ મોટી હોય છે તેથી એલ.ટી. કનેક્શનની વ્યાખ્યા સુધારો કરી તેમાં લોડનો વધારો કરવો જોઈએ જેથી ઉદ્યોગકારોને વધારે ડીપોઝીટ ભરવી પડે નહી તે અંગે પણ રજૂઆત કરવામાં આવેલ છે. વેપાર-ઉદ્યોગનાં પ્રશ્નોના નિરાકરણ માટે નજીકનાં ભવિષ્યમાં રાજ્યનાં માનનીય મુખ્યમંત્રી અધ્યક્ષતામાં ઓપન હાઉસનું આયોજન કરવા અંગેનાં પ્રયત્નો શરૂ હોવાનું જણાવ્યું હતું.

આ તકે સૌરાષ્ટ્ર ચેમ્બર સંલગ્ન ઔદ્યોગિક એસોશિએશનના હોદ્દેદારઓ, ભાવનગરના અગ્રગણ્ય ઉદ્યોગપતિઓ, ચેમ્બરના પુર્વ-પ્રમુખઓ અને મેનેજીંગ કમિટીના સભ્યો ઉપસ્થિત રહેલ, સમગ્ર કાર્યક્રમનું સુપેરે સંચાલન માનદ મંત્રી કેતનભાઈ મેહતાએ કરેલ જ્યારે આભારવિધિ માનદ મંત્રી અશોકભાઈ કોટડીયા દ્વારા કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post