Monday, August 1, 2022

સુએજના બે પ્લાન્ટમાંથી ગટરનું પાણી શુદ્ધ કરી સ્માર્ટસિટીમાં અલગ લાઈન નાખી ટોઈલેટ અને બગીચા માટે ઘરે પહોંચાડાશે, અટલ સરોવરમાં બારેમાસ થશે બોટિંગ | Sewage water from two sewage plants will be purified and sent to homes for toilet and garden by laying a separate line in the smart city.

રાજકોટએક કલાક પહેલા

  • કૉપી લિંક
  • STP તૈયાર, TTPનું કામ ચાલુ – પીવાના પાણીની જેમ અલગથી કનેકશન અપાશે, દૈનિક 80 લાખ લિટર પાણીની બચત

રાજકોટના રૈયા સ્માર્ટસિટી વિસ્તારમાં 56 એમએલડી ક્ષમતાનો સિવેજ ટ્રીટમેન્ટ છે જે બે લેવલ પર ગટરના પાણી ફિલ્ટર કરે છે પણ તેની સાથે દૈનિક 80 લાખ લિટર પાણી શુધ્ધ કરવા રાજકોટનો પ્રથમ ટર્શરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ તૈયાર થઈ રહ્યો છે. ટર્શરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ બને છે જે એસટીપીના પાણીને પણ શુધ્ધ કરશે અને અટલ સરોવર સહિત 3 તળાવમાં પાણી પહોંચશે. આ ઉપરાંત તેની લાઈન વડે હાઈરાઈઝ બિલ્ડિંગમાં પણ પાણી પહોંચાડાશે જેથી હાઈરાઈઝના દરેક ટોઈલેટમાં ફ્લશ કરવા તેમજ ગાર્ડનિંગ માટે ઉપયોગ કરાશે.

બેક્ટેરિયા અને ફૂગ છોડી કરાય છે પાણી ચોખ્ખું
પ્લાન્ટ પર આવતા સિવેજને સ્ક્રીનિંગ, કાદવ કીચડ હટાવવા જેવી પ્રાથમિક એટલે કે પ્રાઇમરી ટ્રીટમેન્ટ કરાય છે. સેકન્ડરી ટ્રીટમેન્ટ માટે પાણી વિશાળ ટાંકામાં રખાય છે જ્યાં સિક્વન્સિયલ બેચ રીએક્ટર પધ્ધતિથી અપનાવાય છે. અહીં જ ગંદા પાણીને ચોખ્ખું કરવાની મહત્વની પ્રોસેસ થાય છે જેમાં ગંદા પાણીમાં છે

પાણીમાં બેક્ટેરિયા, ફુગ જેવા માઈક્રોઓર્ગેનિઝમ ઉમેરી દેવાય છે અને ઓક્સિજન પણ દાખલ કરાય છે જેથી બેક્ટેરિયા પાણીમાં રહેલા તમામ જૈવિક અને અજૈવિક પદાર્થોને ખાઈને ઘટ્ટ બને છે અને ઓક્સિજન પ્રવાહ બંધ કરતા જ તે તળિયે બેસી જાય છે અને શુધ્ધ પાણી ઉપર રહે છે. બાદમાં ઉપરથી આ પાણી પંપ કરીને નીચે કાદવ જેવા દેખાતા બેક્ટેરિયાના જથ્થાને ફરી પ્રોસેસ માટે રખાય છે.

ડ્રેનેજના BOD લેવલને 250થી ઘટાડી 10 સુધી લવાય છે
પાણીમાં કેટલી ગંદકી છે તેના માટે બાયોલોજિકલ ઓક્સિજન ડિમાન્ડ મપાય છે જે ગંદા પાણીમાં 250થી 300 મિલીગ્રામ પ્રતિ લિટર હોય છે. એસટીપીમાં એસબીઆર પ્રોસેસ અને ક્લોરિનેશન બાદ બીઓડી 10 સુધી જ્યારે અન્ય માપદંડો GPCBના નિયમ મુજબ છે.

  • 35.16 કરોડ એસટીપી માટે બાંધકામ ખર્ચ
  • 12 કરોડ TTP માટે બાંધકામ ખર્ચ
  • 9.31 લાખ એસટીપી માટે દર મહિને વીજ ખર્ચ
  • 05 કરોડ TTP માટે નિભાવ ખર્ચ
  • 3.55 કરોડ પ્લાન્ટના નિભાવ માટે 5 વર્ષનો ખર્ચ

અન્ય સમાચારો પણ છે…

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.